(એજન્સી) વોશિંગ્ટન, તા.૧૪
અમેરિકાના ઇતિહાસમાં સૌથી મોટા સરકારી શટડાઉન વચ્ચે એસએસઆરએસ દ્વારા કરાયેલા નવા સીએનએનના સર્વેમાં મોટાભાગના લોકોનું માનવું છે કે, રાષ્ટ્રપતિની આનાકાનીથી દેશના રેટિેગમાં પાંચ પોઇન્ટનો ઘટાડો થયો છે જ્યારે શટડાઉન માટે કોંગ્રેસમાં ડેમોક્રેટ્‌સ કરતા વધુ જવાબદાર ડોનાલ્ડ ટ્રમ્પ છે. મેક્સિકો પાસે સરહદી દિવાલ બનાવવા માટે અમેરિકી રાષ્ટ્રપતિ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે કોઇ વાત નથી થઈ અને કોઈપણ પક્ષેથી ભંડોળની પણ ઇચ્છા દર્શાવાઇ નથી. સર્વે અનુસાર તેનાથી આ પ્રસ્તાવ લોકોમાં ઘણો અપ્રભાવી બની રહ્યો હતો. કુલ ૫૬ ટકા લોકોએ દિવાલનો વિરોધ કર્યો હતો જ્યારે ૩૯ ટકા લોકોએ સમર્થન કર્યું હતું. આ આંકડો ડિસેમ્બરમાં લેવાયેલા મતો જેવો જ છે. સરહદે કટોકટી હોવાનો મત ધરાવતા લોકોની ટકાવારી ૪૫ છે જ્યારે કટોકટી નથીતેમ કહેનારા લોકો બાવન ટકા છે. જે લોકો માને છે કે, સ્થિતિ કટોકટીભરી છે તેઓ અનુસાર સરહદી દિવાલથી મદદ મળશે. જો કે, સીએનએનના સર્વે અનુસાર આવું માનનારા લોકો ફક્ત ૩૧ ટકા છે.