(એજન્સી) લોસ એન્જલસ, તા.ર૭

અમેરિકાના કેલિફોર્નિયા પ્રાંતમાં કેટલીય મસ્જિદોને એવા નફરતભર્યા પત્ર મળ્યા છે. જેમાં મુસલમાનોના નરસંહારની વાત કરવામાં આવી છે અને નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વખાણ કરવામાં આવ્યા છે. ‘કાઉન્સિલ ઓન અમેરિકન-ઈસ્લામિક રિલેશન્સ’એ (સીએઆઈઆર) સ્થાનિક મસ્જિદો માટે પોલીસ સુરક્ષા વધારવા માટેની માંગણી કરી છે. પાછળના કેટલાંક દિવસોમાં કેલિફોર્નિયાની કેટલીક મસ્જિદોને આવા પત્રો મોકલવામાં આવ્યાં છે. સીએઆઈઆરની લોસ એન્જલસ શાખાએ એક નિવેદનમાં કહ્યું છે કે “ઈસ્લામિક સેન્ટર ઓફ લોન્ગ બીચ” અને “ઈસ્લામિક સેન્ટર ઓફ ક્લિયરમેન્ટ”ને પણ પત્ર મોકલવામાં આવ્યા હતા. આ જ પ્રકારના પત્રને સૈન જોસ સ્થિત ‘એવરગ્રીન ઈસ્લામિક સેન્ટર’ને પણ મોકલવામાં આવ્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર હાથથી લખેલા પત્રને “શૈતાનના પુત્રો” તરીકે સંબોધિત કરવામાં આવ્યા છે અને મુસલમાનોને ‘નીચ અને ગંદા’ એવો કરાર આપવામાં આવ્યો છે.

સીએઆઈઆરની એન્જલસ એકાઈના અનુસાર પત્રમાં કહેવામાં આવ્યું છે કે “તમારા લોકોની ઊંધી ગણતરી શરૂ થઈ ગઈ છે” એફબીઆઈના નવા આંકડાઓ અનુસાર વર્ષ-ર૦૧પમાં મુસ્લિમ વિરોધી ઘટનાઓમાં ૬૭ ટકાનો વધારો થયો. પાછલા વર્ષે મુસલમાનોની વિરૂધ્ધ પક્ષપાતના રપ૭ કેસો પ્રકાશમાં  આવ્યા, જ્યારે ર૦૧૪માં આવા કેસોની સંખ્યા ૧પ૪ હતી.