(એજન્સી) વોશિંગ્ટન, તા.ર૮
અમેરિકાના અટલાન્ટાની ૬૧ વર્ષીય સ્કૂલ શિક્ષિકાએ ટ્રમ્પને અંગ્રેજીના પાઠ ભણાવ્યા છે. વાયોના મેસોન હાઈસ્કૂલની નિવૃત્ત શિક્ષિકા છે. એમણે ટ્રમ્પને પત્ર લખી જણાવ્યું હતું કે, ટ્રમ્પે ફલોરિડાની શાળામાં થયેલ હત્યાકાંડના પીડિતોના ઘરે મુલાકાત લેવી જોઈએ. આ ઘટના ફેબ્રુઆરી મહિનામાં બની હતી. પત્ર મળ્યા પછી વ્હાઈટ હાઉસે નિવૃત્ત શિક્ષિકાને જવાબ મોકલ્યો હતો જેમાં ટ્રમ્પની સહી હતી પણ મેસોનના જણાવ્યા મુજબ પત્રમાં વ્યાકરણની અનેક ભૂલો હતી. એક શિક્ષિકા હોવાના લીધે એમનાથી રહેવાયું નહીં અને વ્યાકરણની ભૂલો સુધારી ફરી પાછું પત્ર વ્હાઈટ હાઉસમાં મોકલી આપ્યું. મેસોને સુધારીને પત્ર મોકલ્યો અને સાથે લખ્યું તમે વ્યાકરણની ભૂલો તપાસી હતી કે કેમ ? એમણે ન્યુયોર્ક ટાઈમ્સને જણાવ્યું કે પત્રના શબ્દો પણ નબળા હતા, જો કોઈ સુધારી શકતો હોય તો એને સુધારવું જોઈએ. પત્રમાં જો કે મેસોને આપેલા સહાય સ્વીકરાઈ ન હતી પણ લખ્યું હતું કે, સરકારે બધા અનિવાર્ય પગલાં લીધા છે. મેસોને પોતાની ભૂલ સ્વીકારી અને લખ્યું કે, લાગણીવશ થઈ એમણે પત્ર લખ્યું હતું કારણ કે એ પીડિત કુટુંબ માટે કંઈ કરવા માંગતી હતી. નવાઈની વાત એ છે કે, મેસોને પણ સુધારેલ પત્રમાં ભૂલો કરી હતી જેના લીધે એ સોશિયલ મડિયામાં ટ્રોલ થઈ હતી.