(એજન્સી) વોશિગ્ટન, તા. ૬
એપલ અને માઈક્રોસોફ્ટ જેવી ટોચની અમેરિકી આઈટી કંપનીઓએ તેમના કર્મચારીઓની પડખે ઊભા રહેવાનો નિર્ણય કર્યો છે. ટ્રમ્પ સરકાર દ્વારા એમ્નેસ્ટી પ્રોગ્રામને બંધ કરવામા આવ્યો છે. આ પ્રોગ્રામમાં નાનપણમાં ગેરકાયદેસર રીતે ઠરીઠામ થયેલા લોકોને રહેવાની અને કામ કરવાની મંજૂરી આપવામાં આવી છે. પોતાની કર્મચારીઓની પડખે ઊભા રહેવાની વાત કરતાં ગૂગલના સુંદર પિચાઈએ ટ્‌વીટ કરીને કરીને કહ્યું કે આવા લોકો અમારા પડોશીઓ, મિત્રો અને સહકાર્યકરો છે. આ તેમનુ પોતાનું ઘર છે. કોંગ્રેસ હવે કામ કરવાની જરૂર છે. તો આઈબીએમે ટ્‌વીટ કરીને એવું કહ્યું કે અમે વસાહતીઓને અહિં રહેવાની મંજૂરી આપનાર બાયપાર્ટીઝન કાયદાને ટેકો આપીએ છીએ. એપલના ટીમ કૂકે હ્યું કે ડ્રિમરો અમારી કંપનીમાં યોગદાન આપી રહ્યાં છે અમે તેઓ અમારા પોતાના લોકોની જેમ યોગદાન આપી રહ્યાં છે. અમે તેમને સમાન ગણીને તેમના વતી લડીશું. ઉલ્લેખનીય છે કે ડિફર્ડ એક્શન ફોર ચિલ્ડ્રન અરાઈવલ (ડીએસીએ)હેઠળ અમેરિકામાં રહેવાની અને કામ કરવાની મંજૂરી આપવામાં આવી હોય તેવા પ્રવાસીઓનું સપનું સપનું બની રહેવાની સંભાવના છે. જુન ૨૦૧૨ માં તત્કાલિન રાષ્ટ્રપતિ બરાક ઓબામા સરકાર દ્વારા ડીએસીએ કાયદો લાવવામાં આવ્યો હતો. પરંતુ એક અણધાર્યું પગલું ભરતાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ પ્રોગ્રામને બંધ કરી દેવાનો સ્પષ્ટ નિર્ણય કર્યો છે. ટ્રમ્પના આ નિર્ણયને કારણે ૭.૫ લાખ ગેરકાયદેસર વસાતીઓને અસર થવાની સંભાવના છે. રિપોર્ટ અનુસાર, ગેરકાયદેસર પ્રવાસીઓને વર્ક પરમિટ આપનાર પ્રોગ્રામ બંધ કરી દેવાની સલાહ આપી છે. અગાઉની ઓબામા સરકાર દ્વારા સન ૨૦૧૨ માં લાવવામાં આવેલા ડીએસીએ કાયદામાં વિદેશીઓને કામ કરવાની અને રહેવાની મંજૂરી આપવામાં આવી હતી.