(એજન્સી) તા.૧
બિલિયોનેર રોકાણકાર અને ડેમોક્રેટિકના સમર્થક ટોમ સ્ટેયર દ્વારા ૧૦ દિવસ અગાઉ શરુ કરેલ ટ્રમ્પ વિરોધી અભિયાન સફળ થતું દેખાઇ રહ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને દોષી ઠેરવતી પિટિશન પર લગભગ અત્યાર સુધી ૧ મિલિયનથી વધુ અમેરિકી નાગરિકોએ હસ્તાક્ષર કર્યા છે. આ માહિતી એક રિપોર્ટમાં આપવામાં આવી છે. એક્સોઇડમાં મંગળવારે પ્રકાશિત કરવામાં આવેલ આ રિપોર્ટ મુજબ સાંસદોને પત્ર મોકલાવીને તથા જાહેરાતો આપીને સ્ટેટ આ અભિયાનને પ્રોત્સાહન આપી રહ્યું છે. જોકે તેની મદદથી જ અત્યાર સુધી તેમની આ પિટિશન પર અત્યાર સુધી ૧,૧૧૯,૭ર૦ લોકોએ હસ્તાક્ષર કરી દીધા છે. જોકે આ મહિના અગાઉ સ્ટેયરે ટ્રમ્પને દોષી ઠેરવવા માટે અભિયાન ચલાવવાની શરુઆત કરી હતી તેના માટે તેમણે કેપિટોલ હિલના મેયર અને ગવર્નરને પત્ર પણ લખ્યા હતા. આ પત્રમાં તેમણે કહ્યું હતું કે અધિકારીઓએ ટ્રમ્પને દોષી ઠેરવવા માટે તેમના પક્ષનો ખુલાસો કરવો જોઇએ. આ તેમની ફરજ છે કે તેઓ જાહેરમાં બોલે. ટ્રમ્પ સરકાર દ્વારા હેલ્થકેર, ઇમીગ્રેશન અને પર્યાવરણ અંગે લેવાયેલા પગલાંની તેમના લાખો મિલિયન ડોલરના અભિયાને હવા કાઢી નાખી છે. આ અભિયાનમાં ટ્રમ્પની આકરી ઝાટકણી કાઢવામાં આવી છે. જોકે ટ્રમ્પે સ્ટેયરના આ અભિયાન બદલ તેમને ગાંડો અને અસ્થિર મગજનો ગણાવ્યો છે. ટ્રમ્પે આ મામલે ટિ્‌વટર પર ટિ્‌વટ કરીને તેમનો રિપ્લાય આપ્યો હતો. સ્ટેયરે દોષી ઠેરવવાની જરુર અભિયાનની ર૦ ઓક્ટોબરના રોજ શરુઆત કરી હતી તેમાં જાહેરાત આપીને તેમણે અમેરિકનોને તેમના કોંગ્રેસના સભ્યો પર દબાણ કરવા આહવાન કરતાં કહ્યું હતું કે તેઓ જાહેરમાં આવીને રાષ્ટ્રપતિના કાર્યાલય વિરુદ્ધ વોટિંગ કરે. તેમણે કહ્યું હતું કે ટ્રમ્પને અમેરિકાને પરમાણુ યુદ્ધની અણીએ લઇ આવ્યા છે, એફબીઆઈને નબળી પાડી દે, બંધારણનો ભંગ કરે છે, વિદેશી સરકાર પાસેથી નાણાં લે છે અને ન્યૂઝ સંગઠનોને બંધ કરવાની ધમકી આપે છે.