(એજન્સી) તા.ર૭
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફેસબુક, ગૂગલ અને ટિ્‌વટર જેવી દિગ્ગજ કંપનીઓ પર કેસ કરવાની ધમકી આપી છે કે તે રિપબ્લિકન પાર્ટીની વિરૂદ્ધ રણનૈતિક પૂર્વાગ્રહને ફેલાવી રહ્યા છે. બુધવારે ફોકસ બિઝનેસ નેટવર્કને આપેલા એક ઈન્ટરવ્યુમાં ટ્રમ્પે ટેકનિકલ કંપનીઓને ધમકી આપતાં જણાવ્યું કે તે તમામ ડેમોક્રેટ છે અને તેમની સેવાઓ ડેમોક્રેટિસ પ્રતિ સંપૂર્ણરીતે પક્ષપાતી છે, વિવિધતાની રિપોર્ટ કરે છે. જૂઓ આપણે ગૂગલ અને ફેસબુક પર કેસ કરવો જોઈએ અને તે બધા જે કદાચ અમે કરીશું, બરાબર છે ? સમાચાર મુજબ વિશેષ રીતે ટ્‌વીટરને પણ આડે હાથ લીધું. ટ્રમ્પે જણાવ્યું કે, ટ્‌વીટર પર મારી સાથે જે કર્યું તે વિચિત્ર છે. મારા લાખો અને લાખો ફોલોઅર્સ છે પરંતુ હું તમને બતાવું તે લોકો ટ્‌વીટર પર મારી સાથે જોડાવા માટે ઘણી મહેનત કરે છે પરંતુ આ લોકોએ મને ટ્‌વીટર પર મેસેજ મોકલવાના પણ ખૂબ જ મુશ્કેલ બનાવી દીધા છે.