(એજન્સી) વોશિંગ્ટન, તા.૧૦
અમેરિકાની સેનેટના સભ્ય ભારતીય મૂળના પહેલા અમેરિકી નાગરિક ડેમોક્રેટ કમલા હૈરીસે સરકારી કામકાજ ઠપ કરવાના મુદ્દે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું કે તેણે ર૦ર૦માં યોજાનારી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં પોતાની ભાગીદારી અંગે નિર્ણય કરશે. વર્તમાન સંકટને તેમણે ટ્રમ્પ દ્વારા પેદા કરેલ સકંટ બનાવ્યું છે. હેરીસે કહ્યું કે અમેરિકાના લોકો હાલના રાષ્ટ્રપતિ સિવાય બેહતર નેતૃત્વ માટે ઝંખે છે. કામબંધીથી સંકટ પેદા થયું છે. જેનાથી ૮૦ હજાર કર્મચારીઓ અને તેમના દ્વારા અપાતી સેવાઓ ખોરવાઈ છે. ભારતથી જમૈકા થઈ અમેરિકા આવેલા તેમના પરિવારે ટ્રમ્પની નીતિઓથી પરેશાની વેઠી છે. માતા શ્યામ હોવાથી માતાને હંમેશા નિશાન બનાવાતી હતી. જેના કારણે અમેરિકામાં આવતા પ્રવાસીઓની કાનૂની અને માનવીય સુરક્ષાને વધારવા માટે તેમનો પ્રયાસ રહ્યો છે. તેમણે કહ્યું કે ટ્રમ્પ સામે ચૂંટણી લડવા તેઓ ઝડપથી નિર્ણય કરશે.