(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૯
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના પ્રવાસમાં તેમના સ્વાગત માટે આવનારા લોકોની સંખ્યાનો ઘટસ્ફોટ કર્યો ત્યારે લોકોની વિવિધ પ્રતિક્રિયાઓ આવી પણ તેમના સમર્થકો તેમની સાથે સંમત દેખાયા. ત્રણ વર્ષ પહેલા જ્યારે તેઓ ભારતના સત્તાવાર પ્રવાસે આવનારા હતા ત્યારે પણ ટિ્‌વટરાતિઓએ તેમના નિવેદન પર જોરદાર પ્રતિક્રિયાઓ આપી હતી. વોશિંગ્ટનમાં ભારતના પ્રવાસના એક દિવસ પહેલા પત્રકારોને ટ્રમ્પે ખુલાસો કર્યો હતો કે, વડાપ્રધાન મોદીએ તેમને વાયદો કર્યો છે કે, અમદાવાદમાં એરપોર્ટથી કાર્યક્રમ સ્થળ સુધી તેમને આવકારવા માટે ૭૦ લાખ લોકો ઉપસ્થિત રહેશે. આવા વિચિત્ર ઘટસ્ફોટના દાવા ટ્રમ્પ માટે નવા નથી. તરત જ ટિ્‌વટર પર વ્યંગ અને શંકા દર્શાવતા પ્રવાહ ચાલુ થયા હતા. અનેક લોકોએ નોંધ્યું કે, ૨૦૧૧માં અમદાવાદની વસ્તી ૫૫ લાખ અથવા ૫.૫ મિલિયન હતી અને ૨૦૨૦માં તેની કુલ વસ્તી ૮૬ લાખ થવાનો અંદાજ છે. ટ્રમ્પ કહેવા માગે છે કે, શહેરના ૮૦ ટકા લોકો તેમના સ્વાગત માટે આવશે. ટ્રમ્પને કરેલા ૭૦ લાખલોકોના વાયદા અંગે મોદી માફી માગવા જઇ રહ્યા છે, તેઓ હજુ બાળકની જેમ છુપાયા છે. એક યૂઝરે લખ્યું કે, શું અમદાવાદમાં રજા જાહેર કરાશે જેથી ૮.૮ મિલિયનની વસ્તીમાંથી ૭ મિલિયન લોકો ટ્રમ્પ માટે લાઇનમાં ઉભા રહે. એક યૂઝરે લખ્યું કે, અમદાવાદની કુલ વસ્તી ૫.૫ મિલિયન એટલે કે ૫૫ લાખ છે. તેનો અર્થ એ થયો કે એક મૂરખ બીજા મૂરખને મૂરખ બનાવી ગયો. એક યૂઝરે કહ્યું અમદાવાદની વસ્તી કેટલી છે તેનાથી કોઇ ફેર પડતો નથી ચૂંટણી રેલીની જેમ ભાજપ અન્ય રાજ્યોમાંથી લોકો બોલાવશે અને સાત મિલિયન પુરા કરશે. એક યૂઝરે લખ્યું, અમિત શાહઃ નહીં ટ્રમ્પ ભાઇ આપને ગલત સુના, ૭ મિલિયન નહીં, સાત મિલિયન ટન લોગ હોંગે વહાં. જો ટ્રમ્પ એવું માને કે સાત મિલિયન લોકો આવશે તો મતદારો પણ વિચારશે કે ૧૫ લાખ મળશે. કદાચ મોદીએ સાત લાખ કહ્યું હશે અને ટ્રમ્પ ૭ મિલિયન સમજી બેઠા છે એવું લાગે છે. એકે લખ્યું જો એરપોર્ટથી સ્ટેડિયમ સુધીના ૭૦.૮ કિ.મી.ના માર્ગ પર ૭૦ લાખ લોકો ઉભા રખાય તો એક મીટરની ત્રિજ્યામાં ૬૫૦ લોકોને રાખવા પડે.

ટિ્‌વટરાતિઓની પ્રતિક્રિયા

– અમદાવાદની વસ્તી ૫૫ લાખ અને ૭૦ લાખ લોકો ક્યાંથી આવશે?
– આ તો એક મૂરખ બીજા મૂરખને મૂરખ બનાવી રહ્યો છે
– જો ટ્રમ્પ એવું વિચારે કે ૭૦ લાખ લોકો આવશે તો મતદારો પણ વિચારશે કે ૧૫ લાખ આવી જશે !
– જો એરપોર્ટથી સ્ટેડિયમ સુધી ૭૦ લાખ લોકો ઊભા રાખવામાં આવે તો એક મીટરની ત્રિજ્યામાં ૬૫૦ લોકોને ઊભા રાખવા પડે!
– કદાચ મોદીએ સાત લાખ કહ્યું હશે અને ટ્રમ્પ ૭ મિલિયન સમજી બેઠા !