(એજન્સી) વોશિંગ્ટન, તા.૧૩
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. વ્હાઈટ હાઉસમાં એક બેઠક દરમિયાન ટ્રમ્પે કહ્યું કે ગંદા દેશોના લોકો શા માટે અમેરિકામાં આવે છે ? ટ્રમ્પે ગુરૂવારે સાંસદોની બેઠકમાં અલસાલ્વાડોર, હૈતી અને આફ્રિકી દેશોના પલાયનકર્તાઓ સામે અપમાનજનક શબ્દ શિરહોલનો ઉપયોગ કર્યો હતો. રિપોર્ટ મુજબ બેઠકમાં સામેલ સાંસદો ટ્રમ્પની આ ટિપ્પણી સાંભળી ઉત્તેજિત થઈ ગયા હતા. રિપબ્લિકન રાષ્ટ્રપતિ એક નસ્તભેદી વ્યક્તિ હોવાનો અહેસાસ થયો. વોશિંગ્ટન પોસ્ટના જણાવ્યા અનુસાર ટ્રમ્પે બેઠકમાં કહ્યું કે આપણે ગંદા દેશોના નાગરિકોની શું જરૂર છે ? હૈતી અને બીજા દેશોના નાગરિકોને કાઢી મૂકો. ટ્રમ્પે બેઠકમાં કહ્યું કે અમેરિકાએ યુરોપિયન દેશોના પલાયનકર્તાઓને વધુ સ્વીકારવા જોઈએ. જેમ કે નોર્વેના પલાયનકર્તા, નોર્વેના પ્રધાનમંત્રી ચીર્ના સોલવર્ગે ટ્રમ્પ સાથે વ્હાઈટ હાઉસમાં મુલાકાત કરી હતી. ટ્રમ્પની સાંસદો સાથેની બેઠકમાં રિપબ્લિકન પાર્ટીના સાંસદો લીન્ડસે ગ્રેહામ, ટોમ કોટન, ડેમોક્રેટ સેનેટર ડીક ડર્બિન અને રિપબ્લિકન પ્રતિનિધિ બોબ ગુડલેટ હેરતમાં પડી ગયા. વ્હાઈટ હાઉસે ટ્રમ્પની ધિક્કારપાત્ર ભાષાની વ્યાખ્યા કરવાનો ઈન્કાર કર્યો નહીં. પરંતુ રાષ્ટ્રપતિ એવી પ્રવાસી નીતિનું સમર્થન કરે છે જેનાથી અમારા સમાજને કંઈક લાભ થાય. પ્રવકતા રાજ શાહે ટ્રમ્પની નસલી ટિપ્પણીનો બચાવ કરતાં કહ્યું કે વોશિંગ્ટનના કેટલાક નેતાઓ વિદેશોના કેટલાક અધિકારોનું સમર્થન કરે છે પરંતુ ટ્રમ્પ હંમેશા અમેરિકી જનતાના અધિકારો માટે લડે છે.