(એજન્સી)                   અંકારા, તા.રર

તૂર્કિશ સરકારી વકીલે જુલાઈના નિષ્ફળ બળવા બાદ કરવામાં આવેલી તપાસ સંદર્ભે સમગ્ર દેશમાં ૪૮ પ્રાંતમાં સૈનિકો અને સુરક્ષા અધિકારીઓ સહિત ૪૦૦થી વધુ લોકોની ધરપકડનું વોરંટ જારી કર્યું છે,  એવું અહીના પ્રસારણકર્તા હબેર્તુર્ર્કે શનિવારે જણાવ્યું હતું.

આ અહેવાલ મુજબ અંકારા જેના પર બળવાની યોજના બનાવવાનો આક્ષેપ કરે છે એવા ફતેહુલ્લાહ ગુલેન નેટવર્કની એનક્રિપ્ટ થયેલ સ્માર્ટફોન મેસેજિંગ એપ્લિકેશન મ્અર્ઙ્મષ્ઠા નો આ લોકોએ ઉપયોગ કર્યો છે એવી શંકા સરકાર કરી રહી છે. માટે તેઓની ધરપકડ માટે આદેશ આપવામાં આવ્યા છે.

ફતેહુલ્લાહ ગુલેન અમેરિકા સ્થિત એક મૌલવી છે જેઓ દેશનિકાલ પછી ૧૯૯૯થી પેન્સિલવેનિયામાં રહે છે, જો કે તેમણે આ આરોપો નકારી કાઢ્યા છે અને તેઓએ પણ આ બળવાની નિંદા કરી હતી.

આ બળવા પછી તુર્કી સરકારે આશરે ૪૦,૦૦૦ લોકોને જેલમાં નાખ્યા છે અને તેમના પર ટ્રાયલ બાકી છે. અને લશ્કરી, ન્યાયતંત્ર અને જાહેર સેવાઓમાં ૧૦૦,૦૦૦ કરતાં વધુ લોકોને સેવાઓ માથી સસ્પેન્ડ કર્યા છે.

આ શકમંદો વચ્ચે નૌકાદળના ૧૨૩ સૈનિકો અને ૧૮૭ સુરક્ષા અધિકારીઓ પણ છે. અહેવાલમાં જણાવ્યું હતું કે તે ૧૨ લોકોની અન્કારા અને ઇસ્તંબુલ દ્વારા કેન્દ્રિય કામગીરી દરમિયાન અત્યાર સુધી અટકાયત કરવામાં આવી છે. એક અલગ ઘટનામાં સત્તાવાળાઓએ ઇસ્તંબુલ પોલીસ મથક અને શાસક એકે પાર્ટીની ઓફિસ પર અજાણ્યા હુમલાખોરો દ્વારા શુક્રવારે રોકેટ લોન્ચર દ્વારા કરવામાં આવેલ હુમલાના સંબંધમાં પાંચ લોકોની અટકાયત કરી છે એવું પ્રસારણકર્તા સીએનએન ટર્કએ જણાવ્યું હતું.

નાટોના સભ્ય તૂર્કીમાં જુલાઈમાં બળવો થયો હતો જેને નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો અને એ પછી ગત વર્ષે તુર્કીમાં બોમ્બ ધડાકા અને ગોળીબારની અનેક ઘટનાઓ બની છે.