(એજન્સી) ઈસ્તંબુલ, ૧૮
તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયિપ એર્દોગાને પ્રતિજ્ઞા લેતા કહ્યું હતું કે જે લોકો મારા દાયકાઓના જૂના શાસનનો અંત લાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે તેવા આતંકવાદીઓ અને બળવાનું ષડયંત્ર રચનારાના હું માથા વાઢી લાવીશ. શનિવારે તેમણે આ નિવેદન આપ્યું હતું. જો કે એક વર્ષ અગાઉ નિષ્ફળ ગયેલા બળવાની યાદગીરી સ્વરૂપે અસંખ્ય રેલીઓ અને યાદગાર કાર્યક્રમોનું આયોજન કરીને શહેરમાં ઉજવણી કરવામાં આવી હતી.
બળવાનો ભોગ બનેલા પીડિતોના પરિજનો સાથે મહારેલીમાં ભાગ લીધો હતો. આ મહારેલીનું આયોજન ઇસ્તંબુલ ખાતે કરવામાં આવ્યું હતું. ૧પ જુલાઇ ર૦૧૬ના રોજ થયેલા બળવામાં લગભગ રપ૦ લોકોનાં મોત થયા હતા. આ કારણે જ આ આઈકોનિક બ્રિજને શહીદ બ્રિજ તરીકે ઉચ્ચારવામાં આવે છે. અહીં તેમણે એક વિશ્વના નક્શા જેવા મોન્યુમેન્ટની સ્થાપના કરી તેનું અનાવરણ કર્યું હતું. લગભગ આ સ્થળે જ એક વર્ષ અગાઉની ઘટના બની હતી. જેમાં ઘણા બધા પીડિતો ભોગ બન્યા હતા. તેમણે આ અનાવરણ સંસદના વિશેષ સત્ર માટે અંકારા જતા પહેલા કર્યુ હતું. એર્દોગાને લગભગ ૧૦ હજાર લોકોને ઇસ્તંબુલ ખાતે સંબોધતા કહ્યું હતું કે લગભગ એક વર્ષ અગાઉ જ આ સમય દરમિયાન જ આપણા પણ હુમલો કરાયો હતો. તમને જણાવી દઈએ કે બ્રિજ પર યોજાયેલી આ નેશનલ યુનિટી માર્ચ દરમિયાન હજારો તુર્કીઓ એકઠાં થયા હતા. તેમણે કહ્યું કે ૧પ જુલાઇએ આપણી સામે બળવો પોકારીને કરાયેલો હુમલો એક પ્રથમ હુમલો ન હતો અને યાદ રાખજો આ છેલ્લો હુમલો પણ નથી. તેમણે આ નિવેદન દેશમાં થઇ રહેલા એક પછી એક આતંકી હુમલાનો હવાલો આપતા કર્યું હતું. જ્યારે એક વર્ષ અગાઉ દેશમાં એર્દોગાન વિરૂદ્ધ બળવો પોકારાયો હતો ત્યારે નાગરિકો અને સૈનિકો વચ્ચે ભીષણ અથડામણ સર્જાઇ હતી. લગભગ ૩૦ લોકોનાં મોત થયા હતા જ્યારે ર૦૦૦થી વધુ લોકો ઘવાયા હતા. જો કે આ દરમિયાન ૩પ જેટલા બળવાખોરોનું પણ પતન થયું હતું. એક મોનિટર પર રપ૦ શહીદોના ફોટા દર્શાવાયા હતા અને એક પછી એક એર્દોગાને તેમના નામની જાહેરાતો પણ કરી હતી.