(એજન્સી) તા.૭
તુર્કીની ન્યાયપ્રણાલીના ટોચના એક ન્યાયિક અધિકારીએ આપેલી માહિતી મુજબ યુએસ બેઝ્‌ડ વિપક્ષ મૌલવી ફેતુલ્લાહ ગુલેનની ચળવળ સાથે દેશનો દર ત્રીજો ન્યાયિક સ્ટાફ સાંઠગાંઠ ધરાવે છે. જોકે અંકારાની સરકાર તેમને જ ગત વર્ષે ૧પ જુલાઇના રોજ નિષ્ફળ ગયેલા સૈન્ય બળવાના માસ્ટરમાઇન્ડ ગણાવે છે. મંગળવારે સુપ્રીમકોર્ટના ચેરમેન ઇસ્માઇલ રુસ્તુ સિરિતે જણાવ્યું કે દેશમાં જે રીતે સૈન્ય બળવો પોકારવામાં આવ્યો અને તેમાં ખાસ કરીને ન્યાયિક પ્રણાલીના સ્ટાફે જે મુખ્ય ભૂમિકા ભજવી તે ખરેખર નિરાશાજનક છે. તેમણે કહ્યું કે એક તૃતીયાંશ જેટલા જજો, પ્રોસીક્યુટરો જેવી રીતે આતંકી પ્રવૃત્તિઓમાં જોડાયા હતા તેના કારણે પ્રજાનો ન્યાયપ્રણાલીમાં વિશ્વાસ ઘટ્યો છે અને લોકોને મોટો આંચકો લાગ્યો છે. તમને જણાવી દઇએ કે ગત વર્ષે ૧પ જુલાઇના રોજ તુર્કીની સેનાએ જાહેરાત કરી દીધી હતી કે તે દેશ પર કબજો કરી રહી છે અને રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગાનની સત્તા પણ હવે છીનવી લેવામાં આવી છે. જોકે આ સૈન્ય બળવા માટે તુર્કીની સરકાર ગુલેનને દોષી ગણે છે. જોકે દેશના વિપક્ષની ભૂમિકા પણ એવી જ રહી છે કે ઘણી વખતે સરકારી સંસ્થાનો જેવા પોલીસ, સેના અને ન્યાયપ્રણાલીનો ઉપયોગ કરી સરકાર ઉથલાવી દેવામાં આવે. જોકે તુર્કીની સરકારે આ બળવાને નિષ્ફળ બનાવ્યો હતો અને ફેતુલ્લાહ ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશનનું એક આતંકી સંગઠન તરીકે બ્રાન્ડિંગ કરી દીધું હતું. ગુલેનને સરકારે આ ઉથલપાથલનો આરોપી ગણાવ્યો હતો. જોકે તેણે કહ્યું હતું કે જેવી રીતે મારા પર આ આરોપ લગાવાયા છે કે મેં આ બળવાને પ્રોત્સાહન આપ્યું છે તો હું તેને નકારું છું. તેમણે કહ્યું હતું કે આ આરોપો રાજકીય પ્રેરિત અને આધારવિહોણા છે. ૭૬ વર્ષીય મૌલવીએ આ મામલે કહ્યું હતું કે અંકારા સરકારે તેના ફોલોવરોને મૂર્ખ બનાવવાનું બંધ કરી દેવું જોઈએ.