(એજન્સી) તા.રપ
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ જણાવ્યું છે કે સાવરકર મહાત્મા ગાંધી હત્યાકાંડમાં પુરાવાઓના અભાવમાં મુકત થઈ ગયા હતા, કોર્ટે તેમને મુકત કર્યા ન હતા. કોર્ટે માત્ર આજ જણાવ્યું કે પુરતા પુરવાઓના અભાવમાં માત્ર શંકાના આધારે આરોપી ગણાવી શકતા નથી. આજે બાપુના હત્યારાઓને ભારત રત્ન આપવાની વાત થઈ રહી છે. હિન્દુવાદી નેતા વિનાયક દામોદર સાવરકર અંગે આ દિવસો દરમ્યાન જોરદાર હોબાળો થયો છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં વચન આપ્યું હતું કે સાવરકરને ભારત રત્નથી સમ્માનીત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. સાવરકરને ભારત રત્ન આપવાની વાત પર તુષાર ગાંધીએ જણાવ્યું કે આ સમજવું મહત્વપૂર્ણ છે કે બાપુની હત્યાની પાછળનો ઉદેશ શું હતો અને કઈ રીતે ષડયંત્ર રચવામાં આવ્યું આજે બાપુના હત્યારાઓને ભારત રત્ન આપવાની વાત થઈ રહી છે.