અમદાવાદ, તા. ૩૧
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સી.એમ. ડેશ-બોર્ડ દ્વારા આજે રાજ્યના રાજકોટ, જૂનાગઢ, પોરબંદર અને મોરબી જિલ્લાની કામગીરી સમીક્ષા તે જિલ્લાના કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ અધિક્ષક સાથે ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસસ્થાને ઊભી કરવામાં આવેલી કમાન્ડ એન્ડ કન્ટ્રોલ વોલના માધ્યમથી કરી હતી. તેમણે કોઇપણ જનહિતલક્ષી કામગીરીમાં વિલંબ ન થાય નાગરિકો લોકોને કચેરીમાં ધક્કા ન ખાવા પડે, કયાંય કોઇ ભ્રષ્ટાચારને અવકાશ ન રહે તેવી સતર્કતા અને ત્વરિતતા લાવીને દર સપ્તાહે જિલ્લા સ્તરે રિવ્યૂ બેઠક કરવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. ખ્યમંત્રીએ આ ડેશ-બોર્ડ રિવ્યૂ બેઠકમાં સીટી સર્વેની અરજીઓ, ફાઇલ મેનેજમેન્ટ, અપીલ રિવિઝન તેમજ વિદ્યાર્થીઓને ગણવેશ સહાય અને સ્વચ્છતા સર્વેક્ષણની સ્થિતિ તથા આગામી તહેવારોમાં લોક મેળાઓમાં ફૂડ સલામતી, સ્વચ્છતા કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે તંત્રવાહકોને સૂચનાઓ આપી હતી.