(એજન્સી) તા.ર
અમેરિકન રાષ્ટ્રપતિ ડોેનાલ્ડ ટ્રમ્પને એક સ્પષ્ટ ચેતવણીમાં ટ્‌વીટરે રિપબ્લિકન ડેનિઅલ સ્ટેલના એકઉન્ટને બંધ કરી દીધું છે. કારણ કે તેમણે પોતાના ડેમોક્રેટિક હરીફ વિશે બે વખત ટ્‌વીટ કર્યું હતું સ્ટેલા મિનેસોટાના પમાં કોંગ્રેસના ડિસ્ટ્રિકટમાં એક ઉમ્મેદવારે પોસ્ટ કરી કે જો આ સાબિત થઈ જાય છે કે ઈલ્હાન ઉમરે ઈરાનને સંવેદનશીલ માહિતી આપી છે તો તેમની વિરૂદ્ધ દેશદ્વોહનો કેસ ચલાવવો જોઈએ. શુક્રવારે ધ ર્વાશિગ્ટન પોસ્ટના એક રિપોર્ટ મુજબ ટ્‌વીટરે સ્ટેલાના એકાઉન્ટને કાયમી રીતે બંધ કરી દીધું અને ટ્‌વીટરના નિયમોના વારંવાર ઉલ્લંઘન માટે વ્યક્તિગત ખાતાઓને બંધ કરી દીધા. ઉમર ટ્રમ્પ અને તેમના સમર્યકો દ્વારા સતત નિશાન પર રહે છે. અભૂતપૂર્વ કાર્યવાહીમાં આ વર્ષે જુલાઈમાં પ્રતિનિધિ સભાએ ટ્રમ્પની ટીકા કરતા એક પ્રસ્તાવ પસાર કર્યો અને એક અરાજક ચર્ચા પછી ચાર વામપંથી, અશ્વેત મહિલા પ્રતિનિધિઓની વિરૂદ્ધ તેમની જાતિવાદી ટિપ્પણીઓની ટીકા કરી. ટ્રમ્પે ટ્‌વીટ કર્યું હતું કે પ્રગતિશીલ કેમોક્રેટ કોંગ્રેસવાળાઓને સંપૂર્ણ પણે તૂટેલા અને અપરાધ પ્રભાવિત સ્થળોને બરાબર કરવા જોઈએ ત્યાંથી તે આવ્યા હતા. ચાર કોંગ્રેસવાળાઓની વચ્ચે ઉમરનો જન્મ સોમાલિયામાં વિદેશમાં થયો હતો પરંતુ તે એક અમેરિકન નાગરિક છે.