જો કે UAE ૪ જાન્યુઆરીએ થયેલા આ ડ્રોન હુમલામાં સંડોવણીના આક્ષેપો ફગાવી ચૂકયું છે

(એજન્સી) તા.ર૯
બીબીસીએ તેના એક અહેવાલમાં ખુલાસો કર્યો હતો કે યુનાઈટેડ અરબ અમિરાત (યુએઈ)એ લીબિયાની રાજધાની ત્રિપોલી પર કરેલા ડ્રોન હુમલામાં ત્યાંથી સૈન્ય એકેડેમીના ર૬ નિઃશસ્ત્ર છાત્ર-સૈનિકો માર્યા ગયા હતા. આ અહેવાલ મુજબ ૪ જાન્યુઆરીએ જયારે આ હુમલો કરવામાં આવ્યો ત્યારે ત્રિપોલી પર લિબયન નેશનલ આર્મીનો કબજો હતો બીબીસીએ કહ્યું હતું કે યુએઈએ આ હુમલાની જવાબદારી લીધી ન હતી અને દાવો કર્યો હતો કે સ્થાનિક હુમલામાં આ છાત્ર-સૈનિકો માર્યા ગયા હતા. જો કે પુરાવાઓ દર્શાવે છે કે આ હુમલામાં ચાઈનીઝ બનાવટની બ્લ્યુ એરો ૭ મિસાઈલનો ઉપયોગ થયો હતો. જે વિંગ લુંગ-ર નામના ડ્રોનમાંથી છોડવામાં આવી હતી. આ હુમલા સમયે લીબિયાના ફકત અલ-ખાદીમ એરબેઝ પર આ ડ્રોન વિમાનો તૈનાત હતા અને યુએઈ આ ડ્રોનનું સંચાલન કરતું હતું. ઉલ્લેખનીય છે કે યુએઈ આ પહેલા પણ લીબિયામાં તેની સૈન્ય દખલગીરીના અહેવાલો ફગાવી ચુકયું છે. યુએઈએ કહ્યું હતું કે તે લીબિયામાં શાંતિ સ્થાપવાના યુએનના પ્રયત્નોનું સમર્થન કરે છે.