(એજન્સી) તા.૧૩
યુએઈની રાજધાની અબુધાબીમાં સત્તાવાળાઓએ બુધવારે બધી હોટલોને ઈઝરાયેલના પર્યટકોને આવકારવાની તૈયારીમાં યહુદી આહાર કાયદાઓનું પાલન કરાવતો ખોરાક પૂરો પાડવા સૂચનાઓ જારી કરી હતી. હોટલોને મોકલાયેલા પત્રોમાં લખાયેલુ છે કે બધી હોટલ સંસ્થાઓને રૂમ સેવા મેનુ પર અને તેમના ખાતામાં બધા ખાદ્ય અને પીણાના આઉટલેટસમાં કોશેર ફ્રુડ વિકલ્પોનો સમાવેશ કરવાની સલાહ સુચન આપવામાં આવે છે. અબુધાબીની બધી હોટલો, જેની સંખ્યા ૧૬૦ જેટલી છે, તેમને કોશેર પ્રમાણપત્ર મેળવવું જરૂરી છે જે સાબિત કરશે કે યહુદી કાયદા અનુસાર ભોજન તૈયાર કરવામાં આવ્યું છે અને યહુદી પ્રવાસીઓ માટે ભોજન તૈયાર કરવા બધી હોટલોના રસોડામાં એક વિસ્તાર ફાળવવાનો રહેશે. યુએઈમાં જયુઈશ પરિષદના વડા રોસ ક્રિલે અબુધાબીના આ નિર્ણયને આવકાર્યો હતો અને કહ્યું કે આ સ્વાગત અને આતિથ્યની અદભૂત અભિવ્યકિત છે. ટાઈમ્સ ઓફ ઈઝરાયેલ અનુસાર ઈઝરાયેલી આરૂટઝ શેવા ટીવી ચેનલ જે વેસ્ટ બેન્કમાં ઈઝરાયેલી વસાહતીઓની નજીક છે, તેણે કહ્યું કે યુએઈના પર્યટન મંત્રાલયે અબુધાબીમાં સ્થિત હોટલોને કોશેર પ્રમાણપત્ર મેળવવા માટે અરજી કરવા કહ્યું. જે રૂઢિચૂસ્ત યહુદી સંગઠનો દ્વારા આપવામાં આવશે જેનુ નામ યુએસ આધારિત ઓર્થોડોકસ યુનિયન છે.
Recent Comments