(એજન્સી) તેલ અવીવ, તા.૩
જેરુસલેમ સંબંધિત બાબતોથી સંબંધ ધરાવતા એક ઈઝરાયેલી અભ્યાસ કેન્દ્રે જણાવ્યું છે કે ઇઝરાયેલને યુએઈ વચ્ચે સંબંધો સામાન્ય બનાવવા કરાયેલ સમજૂતી કરારમાં શહેરના ધાર્મિક આશ્રય સ્થાનો અને અલ અક્સાના પવિત્ર સ્થળમાં અને મુસ્લિમોના અધિકારો અંગે એક અભૂતપૂર્વ ફેરફાર કરવામાં આવ્યા છે.
જેરુસલેમના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ કરાર યહૂદીઓ માટે અલ-અક્સાના નોબલ આશ્રયસ્થાનની અંદર પ્રાર્થના કરવાની કાયદેસરતા પૂરી પાડે છે, જે ઘણા લોકો દૈનિક રીતે પહેલાથી કરે છે, અને કબજે કરેલા જેરૂસલેમમાં મુસ્લિમોના પ્રાર્થના કરવાના અધિકારને મર્યાદિત કરે છે.
અહેવાલોમાં જણાવાયું છે કે યુએઈ ઈઝરાયેલી કરારમાં પવિત્ર શહેરના દરજ્જામાં ઈઝરાયેલીઓની તરફેણ કરતું એક નોંધપાત્ર ફેરફાર કરાયો છે. આ ફેરફાર એવી રીતે કરવામાં આવ્યો છે જેથી ભવિષ્યમાં જેરુસલેમને પેલેસ્ટીનની રાવધાની બનાવવાનું સ્વપ્ન ક્યારે પણ પૂર્ણ થઇ શકશે નહીં.
થોડા દિવસો અગાઉ યુએઈ અને ઇઝરાયેલ દ્વારા સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું જેમાં એક વિશિષ્ઠ જોગવાઈ કરાઈ હતી જે પહેલી વખત મુસ્લિમોની તરફેણમાં જણાતી હતી.” જે મુસ્લિમો ઇઝરાયેલમાં શાંતિના સમય દરમિયાન આવ્યા હતા એમને અલ-અક્સા મસ્જિદમાં પ્રાર્થના કરવાનો અધિકાર રહેશે.” કેન્દ્રે નોંધ્યું છે કે પ્રથમ વખત બન્યું છે કે અલ-અક્સા શબ્દનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય દસ્તાવેજમાં કરવામાં આવ્યો છે. જેને પહેલા અલ-હરામ અલ શરીફ અથવા પવિત્ર સ્થળ (અલ-અક્સાનું) તરીકે સંબોધતા હતા.
જોકે પ્રથમ વખત મુસ્લિમોના અધિકારો સંપૂર્ણ પવિત્ર આશ્રયસ્થાનના બદલે અલ-અક્સા મસ્જિદ સુધી માર્યાદિત રાખવામાં આવ્યા છે. જોકે મુસ્લિમો સંપૂર્ણ વિસ્તારને અલ-અક્સા મસ્જિદ ગણવાનું કહે છે અને નહિ કે જે બિલ્ડીંગ દક્ષિણની દીવાલ સાથે જોડાયેલ છે. ઇઝરાયેલીઓ કહે છે કે અલ-અક્સા મસ્જિદ ફક્ત એ જ બિલ્ડીંગ છે અને એ સિવાયનું બધું પવિત્ર આશ્રય સ્થળ છે જેને ટેમ્પલ માઉન્ટ તરીકે ઓળખાય છે. અર્થાત ઇઝરાયેલીઓ પવિત્ર શહેરમાં એક નોંધપાત્ર ફેરફાર આરબ દેશની મંજૂરી સાથે કરી રહ્યા છે.
આ જ કલમમાં કહેવામાં આવ્યું છે કે જેરુસલેમમાં બધા પવિત્ર સ્થળો શાંતિપૂર્ણ પ્રાર્થના કરવાવાળાઓ બધા ધર્મના લોકો માટે માટે ખુલ્લા રહેશે. આનો અર્થ એ થયો કે યહુદીઓને અલ-અક્સા મસ્જિદમાં એક બિલ્ડીંગ સિવાય સમગ્ર સ્થળે પ્રાર્થના કરવા મંજૂરી આપવામાં આવશે.