(એજન્સી)                તા.ર૪

સંયુકત અરબ અમિરાત (યુએઈ) તેલ અવિવમાં એક વાણિજયવાસની સ્થાપના કરશે. તેના વિદેશ મંત્રી અનવર ગરગાશે યુએસ આધારિત એટલાન્ટીક કાઉન્સિલ થિન્ક ટેન્કની સાથે એક  વીડિયો કોન્ફરન્સમાં જણાવ્યું હતું. ગરગાશે જણાવ્યું કે જયારે ઈઝરાયોલની સાથે એક સામાન્યીકરણ સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જેની જાહેરાત પાછલા અઠવાડિયે કરવામાં આવી હતી. અબૂધાથી બે રાજયોના  સમાધાન માટે આંતરરાષ્ટ્રીય સંમતી પર  આધારિત તેલ અવિવમાં વાણિજયવાસ હશે. આ ખૂબ જ સ્પષ્ટ છે. સમજૂતીમાં પહોંચેલી ઉપલબ્ધિઓ વિશે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે,  સૌથી શ્રેષ્ઠ ઉપલબ્ધિ પેલેસ્ટીની જમીનના  વિનાશને રોકવા માટે હતી અને યુએઈની બે રાજય સમાધાન પ્રતિ પ્રતિબદ્ધતાનો પુર્નઉચ્ચાર કર્યો. જો કે, ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતાન્યાહુએ જણાવ્યું છે કે તે વેસ્ટ બેંકમાં એક સામાન્યીકરણ સોદાના ભાગ તરીકે કબજામાં વિલંબ સહમત થયા છે, પરંતુ યોજનાઓ ટેબલ પર છે. ગગરશે જણાવ્યું કે સમજૂતીમાં લાંબાગાળાનો લાભ છે અને નિશ્ચિત રીતે આ  પગલાંથી તક પેદા થશે. અમારી અર્થવ્યવસ્થા ઈઝરાયેલથી મોટી છે. ઈઝરાયેલની અહીં મહાન તક છે. તેમણે જણાવ્યું કે આ સોદો અમેરિકાથી એફ-૩પ ફાઈટર જેટ ખરીદવાનો પણ માર્ગ પ્રશસ્ત કરે છે જેને યુએઈએ સ્પષ્ટ રીતે ખરીદવાનો આગ્રહ કર્યો હતો. અમારો પ્રથમ આગ્રહ છ વર્ષ પહેલા હતો. આ ટેબલ પર  થયું છે. અમારો કાયદાકીય આગ્રહ ટેબલ પર છે તેમણે જણાવ્યું કે આગ્રહનો આ સોદા સાથે કોઈ લેવા દેવા નથી.