(એજન્સી) દુબઈ, તા.૯
સંયુક્ત અરબ અમીરાત સ્થિત ભારતીય બિઝનેસ ટાઈકુન લાલુ સેમુઅલ ગોલ્ડ કાર્ડની કાયમી નિવાસ અપાવવા માટે શારજાહમાં પ્રથમ એક્સપર્ટ બની ગયા છે.
વ્યવસાયિઓ અને પ્રતિભાશાળી વ્યક્તીઓ માટે પ-૧૦ વર્ષના લાંબાગાળાના વીજાની વિરૂદ્ધ ગોલ્ડ કાર્ડ ધારકને સંયુક્ત અરબ અમીરાતના કાયમી રહેવાસ આપે છે.
સમાચારે જણાવ્યું કે કિંગ્સટન ગ્રુપના ચેરમેન શારજાહમાં રેસિડેન્સીના મહાનિર્દેશક અને વિદેશી મામલાઓના મહાનિર્દેશક બ્રિગેડિયર આરીફ અલ-શન્સ દ્વારા ગોલ્ડ રહેણાંક કાર્ડ સોંપવામાં આવ્યું હતું.
કિગ્સટન હોલ્ડિંગ્સ મધ્ય પૂર્વની સૌથી મોટી વિનિર્માણ કંપનીઓમાંથી એક છે જેમાં અનેક વિનિર્માણ એકમો સામેલ છે જે પ્લાસ્ટિક અને ધાતુની પ્રક્રિયા કરે છે.
ર૦૧૩, ર૦૧૪ અને ર૦૧પ માટે ફોર્બ્સ પત્રિકા દ્વારા અરબ વર્લ્ડમાં ટોચના ૧૦૦ સૌથી પ્રભાવશાળી ભારતીય બિઝનેસ લીડર્સમાંથી એક તરીકે પસંદ કરવામાં આવ્યા. સેમ્યુઅલ ૬૮૦૦ રોકાણકારોમાંથી એક બની ગયા. જે કુલ રોકાણની સાથે ર૭ બિલિયન અમેરિકન ડોલરથી વધુનું ગોલ્ડ કાર્ડ મેળવી ચૂક્યા હતા. દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ-મકતુમ દ્વારા મેમાં જાહેર યોજના હેઠળ સંબંધિત વિકાસમાં કેરળમાં જન્મેલા ડો.પી.એ. ઈબ્રાહિમ હાજી, ઘરેણા કંપની મલાબાર ગ્રુપના અધ્યક્ષ પણ સોમવારે પોતાનું ગોલ્ડ કાર્ડ મેળવ્યું. હાજીને જણાવવામાં આવ્યું કે કાયમી નિવાસ પહેલાં વિશે સૌથી સારી વાત એ છે કે આ રોકાણકારો અને નિવસાસીઓને સમાન રીતે લાભ પહોંચાડે છે. આ નિશ્ચિત રીતે સંયુક્ત અરબ અમીરાતમાં ઘણા બધા રોકાણકારોને લાવવા જઈ રહ્યા છે.