(એજન્સી) તા.૫
ભારતે ઉદારીકરણની તરફેણ કરતા આર્થિક સુધારા અપનાવ્યા છે અને તેનો પ્રભાવ વૈશ્વિક ફલક ઉપર વિસ્તારવાના આશયથી તેણે બહુ રાષ્ટ્રીય કંપનીઓ માટે પણ પોતાના અર્થતંત્રના દ્વાર ખોલી નાંખ્યા હતા. હાલના સંજોગોમાં આર્થિક મોરચે જે પડકારો છે તે તમામ સલામતીના મોરચે રહેલા પડકારોના પર્યાય બની ગયા છે, તેથી તે બંનેની સામે એક સમાન વ્યૂહરચના તૈયાર થાય છે. આર્થિક ઉદારીકરણ સામેના વિરોધને દબાવી દેવાનો એક માત્ર લક્ષ્ય ધરાવતું સરકારી તંત્ર ભારતના પ્રગતિના પંથે આવતા અવરોધોને રોકવા ઇરાદાપૂર્વક તેમ થવા દે છે. આર્થિક વિકાસના મુદ્દાને રાષ્ટ્રીય સુરાક્ષા સાથે ભેળવી દેવાતાં સરકારને કોઇપણ અર્થપૂણ હેતુ વિના કામ કરતા સ્પેશિયલ પોલીસના એક યુનિટની જરૂર ઉભી થઇ જેને પ્રજાનું રક્ષણ કરવા માટે ઊભું કરવામાં આવ્યું છે એવો દાવો કહીને તેને ઉચિત ઠરાવવામાં આવી રહ્યું છે. ભારત એવો દાવો કરતું આવ્યું છે કે, તેના બંધારણમાં સમાવિષ્ટ સંતુલિત કાયદાઓ ત્રાસવાદ વિરોધી કાયદાના દુરૂપયોગને રોકે છે, પરંતુ લોકોને ખોડા કેસોમાં ફસાવી દઇ જેલના સળિયા પાછળ ધકેલી દેવા અને જેલમાં તેઓ ઉપર પાશવી અત્યાચાર ગુજારવા જેવા દૃષ્ટાંતોએ પૂરવાર કરી દીધું છે કે ભારતના બંધારણમાં સમાવિષ્ટ સંતુલિત કાયદાઓ ત્રાસવાદ વિરોધી કાયદાના દુરુપયોગથી પિડિત નાગરિકોનું રક્ષણ કરવામાં પણ નિષ્ફળ ગયા છે અને ત્રાસવાદ સામે પણ લોકોને રક્ષણ આપી શક્યા નથી. અનલોફૂલ એક્ટિવિટિ પ્રિવેન્શન એક્ટ (ેંછઁછ) જ્યારે ઘડવામાં આવ્યો ત્યારે તેનો આશય હતો ગેરકાયદે થતી તમામ પ્રવૃત્તિઓને ગુનાઇત પ્રવૃત્તિ ગણવી, ત્યારબાદ ત્રાસવાદી પ્રવૃત્તિઓનો પણ આ કાયદામાં સમાવેશ કરીને તેનો વ્યાપ વધારવામાં આવ્યો. જો કે આ બે પ્રકારની પ્રવૃત્તિઓ માટે કાયદામાં તદ્દન અલગ અલગ જોગવાઇઓ કરવામાં આવી છે. વાસ્તવમાં ફક્ત ગેરકાયદે પ્રવૃત્તિઓને જ નિશાન બનાવી તૈયાર કરાયેલા આ કાયદામાં બાદમાં ભારત સામેના તમામ પ્રકારના વિરોધની પ્રવૃત્તિઓને પણ સમાવી લેવામાં આવી. તે ઉપરાંત આ પ્રકારની પ્રવૃત્તિઓ આચરતા તમામ સંગઠનો ઉપર પ્રતિબંધ મૂકવાની અને તેઓની સામે કાયેસરની કાર્યવાહી કરવાની જોગવાઇ પણ તેમાં ઉમેરી દેવાઇ.
જેનું પરિણામ એ આવ્યું કે સરકારની નીતિઓનો વિરોધ કરનારા મુસ્લિમો, ખેડૂતો, અને આદિવાસીઓ વિરૂદ્ધ આ કાયદાનો આડેધડ ઉપયોગ થવા લાગ્યો અને તેઓને મોટી સંખ્યામાં ેંછઁછ અંતર્ગત ધરપકડો કરી જેલમાં ધકેલી દેવાયા. આ કાયદામાં ૨૦૦૪, ૨૦૦૮, ૨૦૧૨ અને ૨૦૧૯ એમ સતત ચાર વાર સુધારા કરવામાં આવ્યા અને દરેક વખતે કેન્દ્ર સરકારને વધુને વધુ સત્તા આપતી જોગવાઇઓ તેમાં ઉમેરવામાં આવી. આ કાયદામાં ચાર વખત કરાયેલા સુધારા અને તેના પગલે ઉમેરાયેલી નવી નવી જોગવાઇઓના કારણે તેને અત્યંત આકરો અને કાળો કાયદો બનાવી દેવાયો, ઇતિહાસમાં રોલેટ એક્ટ અને ડ્રોકોનિયન લો તરીકે બે કાયદા ખુબ જ કુખ્યાત બન્યા હતા તે કાયદાઓ સમકક્ષ આ કાયદાને બનાવી દેવાયો.
છેલ્લે તેને એટલો શક્તિશાળી બનાવી દઇને પોલીસ અધિકારીઓને કોઇપણ વ્યક્તિની ફક્ત માહિતી અને જાણકારીના આધારે કોઇપણ જાતના વોરંટ વિના ધરપકડ કરવાની સંપૂર્ણ સત્તા આપી દેવાઇ. ૨૦૧૯ની સાલમાં તો આ કાયદામાં અત્યંત ખતરનાક કહી શકાય એવી જોગવાઇ ઉમેરવામાં આવી હતી. આ જોગવાઇ મુજબ કેન્દ્ર સરકાર કોઇપણ સંસ્થાને કે કોઇપણ વ્યક્તિને ત્રાસવાદી જાહેર કરી શકે એવી સત્તા આપવામાં આવી.