(એજન્સી) તા.રપ
બુધવારે જ્યારે સમગ્ર વિપક્ષે અનલોફૂલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન અમેન્ડમેન્ટ (યુએપીએ) બિલના વિરોધમાં વોકઆઉટ કર્યું ત્યારે સમાજવાદી પાર્ટીના પિતામહ મુલાયમસિંઘ યાદવે આ બિલની તરફેણમાં મતદાન કર્યું હતું. તેમની પાર્ટીના અન્ય સાંસદોએ વિપક્ષના અન્ય સભ્યો સાથે વોકઆઉટ કર્યા હોવા છતાં પૂર્વ સપા અધ્યક્ષે આ બિલનું સમર્થન કર્યું હતું. મતદાન સમયે ઉત્તરપ્રદેશથી ચૂંટાયેલા ભાજપના સાંસદો બ્રિજભૂષણ સરણસિંઘ અને વિરેન્દ્રસિંઘ મસ્ત મુલાયમસિંઘની બાજુમાં બેસી ગયા હતા અને તેમને બિલની તરફેણમાં મતદાન કરવા માટે મદદ કરી હતી. આ બિલ પાસ થયા પછી ગૃહમંત્રી અમિત શાહે મુલાયમસિંઘનો આભાર વ્યક્ત કર્યો હતો જ્યારે સપાના અન્ય સાંસદો જેમ કે આઝમખાન, એસ.ટી. હસને આ બિલનો વિરોધ કર્યો હતો. નોંધનીય છે કે, લોકસભા ચૂંટણી પહેલાં મુલાયમસિંઘે કહ્યું હતું કે તે ફરી એકવાર નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદે જોવા માંગે છે.