(એજન્સી) ઉદયપુર, તા.૮
ઉદયપુર સ્થિત સરકારી ગૌશાળામાં મોટી સંખ્યામાં ગાયો મૃત્યુ પામી છે. આ ઘટના છે ઉદયપુર નગર નિગમમાં ચાલી રહેલ તિતરડી ગૌશાળા જ્યાં ૧પ૦થી વધુ ગાયોની મોત થઈ ચૂકી છે. મળેલ સમાચાર અનુસાર તિતરડી ગૌશાળામાં રપ૦ ગાયો રાખવાની ક્ષમતા છે. પરંતુ અહીં ૧૦૦ વધુ ગાયો રાખવામાં આવી છે. તદુપરાંત અહીં બળદ પણ મૂકવામાં આવ્યા હતા જેમની દેખરેખ રાખવા લગભગ ૧ કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. એની માટે ડઝનનું સ્ટાફ તૈયાર છે. ઉદયપુર નગર નિગમના મહાપૌર ચંદ્રસિંહ કોઠારીએ કહ્યું કે ગાયોનો પોસ્ટમોર્ટમ પછી જાણવા મળશે કે ગાયોની મોત કેવી રીતે થઈ. અગાઉ પણ જયપુરમાં સરકારી ગૌશાળાઓમાં પણ પ૦૦થી વધુ ગાયોની મોત થઈ હતી.