(એજન્સી) તા.૨૮
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે. આ બધાની વચ્ચે ભાજપ અને શિવસેનાના ગઠબંધનની સીટોની વહેંચણીને લઇ લોકોમાં ઉત્સુકતા છે. શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે એ આજે કહ્યું કે ગઠબંધનમાં સીટોની વહેંચણીની આજ-કાલમાં જાહેરાત કરી દેવાશે. તેમણે કહ્યું કે સીટ વહેંચણી પર અમિત શાહની સાથે ફાઇનલ વાત થઇ ચૂકી છે.
પૂણેમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતાં ઉદ્ધવ ઠાકરેએ અધવચ્ચે મહારાષ્ટ્ર સીએમ પર કટાક્ષ પણ કર્યો. શિવસેના પ્રમુખે કહ્યું કે અમે બંને સીટો વહેંચણીને લઇ વાતચીત કરી રહ્યા હતા અને આ વચ્ચે પિતૃપક્ષનો મુદ્દો સામે આવી ગયો. તો મેં કહ્યું કે મારો પક્ષ માત્ર પિતૃ છેપઅને પાર્ટીના તમામ કાર્યકર્તા પક્ષ છે.
ઉદ્ધવ ઠાકરે એ કહ્યું કે મેં બાળાસાહેબને જુબાન આપી હતી કે એક દિવસ આપણી પાસે શિવસેનાના મુખ્યમંત્રી હશે. સીટ વહેંચણી પર તેમણે કહ્યું કે આ વખતે આજકાલમાં એલાન કરી દેવાશે. પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતાં ઉદ્ધવ ઠાકરે એ કહ્યું કે જ્યારે શિવસેનાની શરૂઆત થઇ તો ત્યારે આપણે સ્ટાર્સ અંગે વિચારતા નહોતા.
ઉદ્ધવ ઠાકરેએ એનસીપી પ્રમુખ શરદ પવારની ઇડીથી પૂછપરચ્છવાળો કિસ્સાનો પણ ઉલ્લેખ કર્યો. શિવસેના પ્રમુખે કહ્યું કે અમે સંઘર્ષની સાથે ઘણું બધું કમાયા છીએ નહીં કે કોઇએ અમને આપ્યું છે તો મને એ જોઇને ખુશી નહીં થાય કે શરદ પવારની સાથે શું થયું કે અજીત પવારે શું કર્યું. શરદ પવાર કેસનો ઉલ્લેખ કરતાં ઉદ્ધવ ઠાકરે એ પાર્ટી કાર્યકર્તાઓને એ સમય યાદ અપાવ્યો જ્યારે સરકાર બાળાસાહેબની ધરપકડ કરવા માંગતી હતી. તેમણે કહ્યું કે કોર્ટે આરોપોને નકારી દીધા હતા અને કહ્યું હતું કે તેમને (બાલ ઠાકરે) કોઇ પકડી શકે નહીં. આથી હું બધી વસ્તુઓ જોઇ રહ્યો છું. આપણે રાજકારણમાં બદલાની ભાવનાથી કરાયેલી કાર્યવાહીને સ્વીકૃતિ આપી જોઇએ નહીં. ઉદ્ધવએ કહ્યું કે અમે લોકોની સાથે વિશ્વાસઘાત કરતાં નથી. અમે જો આવું કરતાં નથી તો એનસીપી અને કોંગ્રેસમાં થનાર વસ્તુઓ આપણને ખુશી આપત નહીં.