(એજન્સી) મુંબઇ, તા.૪
મહાવિકાસ અઘાડી ગઠબંધનના સૂરમાં સૂર પૂરાવતા એનસીપીના નેતા ધનંજય મુંડેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને કોરોેગાંવ ભીમા હિંસા સંબંધિત કાર્યકરો અને અન્યો વિરૂદ્ધ દાખલ કરાયેલા કેસો પરત ખેંચવાની માગણી કરી છે. છેલ્લા ૧૨ કલાકમાં કોંગ્રેસના મંત્રી નીતિન રાઉત અન એનસીપીના ધારાસભ્ય પ્રકાશ ગજભીયે પછી ત્રીજા એવા ગઠબંધનના નેતા છે તેણે આ માગણી કરી છે. ઠાકરેને લખેલા પોતાના પત્રમાં મુંડેએ આરોપ લગાવ્યો છે કે, સામાજિક કાર્યકરો વિરૂદ્ધ ફડનવી સસરકારે ખોટા કેસો દાખલ કર્યા છે. મુંડેએ આરોપ લગાવ્યો હતો કે, ભાજપની આગેવાનીવાળી સરકારે વિચારકો, કાર્યકરો, સામાજિક કાર્યકરો અને સામાન્ય નાગરિકોને શહેરી નક્સલવાદીઓનું લેબલ લગાવીને તેમને હેરાન કર્યા છે. મારી તમને વિનંતી છે કે તેમની વિરૂદ્ધના કેસો પરત ખેંચી લો. આ અંગે ઉદ્ધવ ઠાકરેને પુછાતા તેમણે કહ્યું હતું કે, સરકારે પહેલા જ ભીમા કોરેગાંવ જાતિવાદી રમખાણો સાથે સંબંધિત નાના અપરાધિક કેસોનો સામનો કરતા લોકો વિરૂદ્ધના કેસો પરત ખેેંચવાના આદેશ આપી દીધા છે.