અમીત શાહે ભાજપના નેતાઓએ પોતાની શુભેચ્છા પાઠવી હતી. આ મંચ પરથી કોણે શું કહ્યું તે નીચે મુજબ છે. શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે જણાવ્યું હતું કે, અમારા મતભેદ હતા પરંતુ સાથે બેઠા પછી કોઈ મતભેદ નથી રહ્યા. વિવાદો પુરા થઈ ગયા. અમારી વિચારધારા એક છે. હિન્દુત્વ શ્વાસ છે. દિલ મિલે ન મિલે હાથ ભલે ન મળે પણ અમારા દિલ મળી ગયા છે. ચૂંટણી આવે તો માહોલ ગરમ થાય છે. માહોલ અમારો જ છે. ભગવો ભગવો. ઘણાને આશ્ચર્ય થયું છે કે, હું અહીં કેમ આવ્યો છું કેટલાકને પેટમાં દુખ્યું છે, તો કેટલાક ખુશ થયા હતા કે બે સમાન વિચારધારાવાળી પાર્ટી લડી રહી છે. રાજનાથસિંહે જણાવ્યું હતું કે,અહીંથી લાલકૃષ્ણ અડવાણી જીતતા આવ્યા હતા. અમિત શાહ માટે હું અમદાવાદ આવ્યો છું. વડાપ્રધાનને વિરોધીઓ ગાળો આપે છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષરાહુલ ગાંધી અપશબ્દો બોલે છે. રાહુલ કહે છે ચોકીદાર ચોર છે. ફરીવાર પીએમ બનવા માટે પ્યોર છે. કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાને કહ્યું હતું કે છેલ્લાં પાંચ વર્ષમાં ગામે ગામ બૂથ પર બીજેપીને ઊભી કરી છે. દેશમાં કોંગ્રેસનું નામ પણ નથી. આ વખતે એનડીએને સૌથી વધુ બેઠકો મળશે. પાસવાને કહ્યું હતું કે વર્ષ ૨૦૨૪ સુધી વડાપ્રધાન પદ માટે કોઈ પણ વેકેન્સી નથી. જેથી વિરોધીઓએ ૨૦૨૪ પછીની વિચારણા કરવી જોઈએ.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મોદી સરકારની કામગીરીની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે સરકાર લોકોના વિકાસમાં સતત સક્રિય થયેલી છે. એક મજબૂત દેશ બનાવવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે. જીત પણ નિશ્ચિત દેખાઈ રહી છે. તમામ સાથી પક્ષો એક સાથે દેખાઈ રહ્યા છે.