(એજન્સી) મુંબઇ, તા. ૨૯
ઉદ્ધવ ઠાકરેએ ગુરૂવારના રોજ મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી પદનાં શપથ લીધા. આ સાથે જ દેશની આર્થિક રાજધાનીમાં ઠાકરે સરકારની શરૂઆત થઈ. આ પહેલીવાર છે જ્યારે ઠાકરે પરિવારનો કોઈ સભ્ય મુખ્યમંત્રી પદને સંભાળી રહ્યો છે. આવામાં મુખ્યમંત્રી તરીકે ઉદ્ધવ ઠાકરે સામે અનેક પડકાર છે. ઉદ્ધવ ઠાકરેને સૌથી મોટો પડકાર આર્થિક મોરચે મળવાનો છે. આર્થિક મોરચા પર રાજ્યની સ્થિતિ ઠીક નથી. ગત સરકારે મહારાષ્ટ્ર પર ૪,૦૦,૦૦૦૦ કરોડનું દેવું કર્યું છે. ખેડૂતો માટે સંપૂર્ણ લોન માફી અને ૧૦ રૂપિયામાં સંપૂર્ણ ભોજનની સુવિધા આપવાનો ઉદ્ધવ સરકાર માટે સૌથી મોટો પડકાર છે. વીતેલા જૂન મહિનામાં મહારાષ્ટ્રની ફડણવીસ સરકારમાં ત્યારનાં નાણાં મંત્રી સુધીર મુંગટીવારે ૨૦૧૯-૨૦નું અંતિમ બજેટ રજૂ કર્યું હતુ. આ બજેટમાં જણાવવામાં આવ્યું કે મહારાષ્ટ્ર પર કરજનો બોજ ૪ લાખ કરોડ રૂપિયાથી વધારે છે. તો ૨૦૧૮-૧૯માં મહારાષ્ટ્ર સરકારની દેવાદાર ૪.૧૪ લાખ કરોડ રૂપિયા હતી, જે સતત વધી રહી છે. ઉલ્લેખનીય છે કે સરકારે કુલ બજેટ ૩ લાખ ૩૪,૯૩૩ કરોડ રૂપિયા રાખ્યું હતુ.
આ બજેટમાં જણાવવામાં આવ્યું કે મહારાષ્ટ્ર સરકારનું મહેસૂલ નુકસાન વધીને ૨૦,૨૯૨.૯૪ કરોડ રૂપિયા રહેવાનું અનુમાન છે. એક વર્ષ પહેલા મહેસૂલ નુકસાન ૧૪,૯૬૦.૦૪ કરોડ રૂપિયા હતુ. આ પ્રમાણે ફક્ત એક વર્ષમાં મહારાષ્ટ્રનું મહેસૂલ નુકસાન ૫ હજાર કરોડ એટલે કે ૩૫.૬ ટકા વધી શકે છે. જૂનમાં બજેટ રજૂ કરતા ત્યારનાં નાણાં મંત્રી સુધીર મુંગટીવારે જણાવ્યું કે ચાલું નાણાંકીય વર્ષમાં સરકારનો મહેસૂલ ખર્ચ ૩,૩૪,૯૩૩,૦૬ કરોડ રૂપિયા અને મહેસૂલ આવક ૩,૧૪,૬૪૦.૧૨ કરોડ રૂપિયા રહેવાની સંભાવના છે. તો રાજકોષીય ખાધની વાત કરીએ તો ૬૧,૬૬૯.૯૪ કરોડ રૂપિયા થવાનું અનુમાન છે. એક વર્ષ પહેલા મહારાષ્ટ્રની રાજકોષીય ખાધ ૫૬,૦૫૩.૪૮ કરોડ રૂપિયા હતી. આ પ્રમાણે લગભગ ૬ હજાર કરોડનો વધારો થઈ શકે છે.

સીએમ ઉદ્ધવ ઠાકરેના મંત્રીમંડળનો પ્રથમ નિર્ણય શિવાજી કિલ્લાના વિકાસ માટે ૨૦ કરોડ ફાળવાયા

(એજન્સી) મુંબઇ, તા. ૨૯
ઉદ્ધવ ઠાકરે સરકારની કેબિનેટની પ્રથમ બેઠક સહ્યાદ્રી ગેસ્ટ હાઉસમાં થઈ હતી. જ્યારે ઉદ્ધવ કેબિનેટની બેઠક પુરી થયા પછી સીએમ ઉદ્ધવ ઠાકરેએ પત્રકાર પરિષદ કનિદૈ લાકિઅ યોજી હતી. તેમણે કહ્યું કે અમારી સરકાર સામાન્ય લોકો માટે કામ કરશે. જનતાનો આશીર્વાદ બની રહેવો જોઈએ તેમણે રાયગઢ માં શિવાજી કિલ્લોનાં જીણોદ્ધાર કનિદૈ લાકિઅ બનાવવાની અકિલા જાહેરાત કરી હતી. શિવાજી કિલ્લા માટે ૨૦ કરોડનું ફંડ બહાર પાડવામાં આવશે. સાથે સાથે પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું કનિદૈ લાકિઅ કે બેઠકમાં પણ ખેડૂતો વિશે ચર્ચા કરવામાં આવી હતી મુખ્ય સચિવ પાસે ખેડૂતો વિશે અકીલા માહિતી માંગવામાં આવી છે. તેમણે કહ્યું કે અમારી સરકાર કનિદૈ લાકિઅ ખેડૂતોની સમૃદ્ધિ માટે કામ કરશે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ’સેક્યુલર’ શબ્દ પર પણ સવાલો ઉભા થયા હતા, પરંતુ ઉદ્ધવ આ સવાલ પર ભડક્યા હતા. તેમની કનિદૈ લાકિઅ જગ્યાએ છગન ભુજબલે સેક્યુલર શબ્દ પર જવાબ આપ્યો હતો.