(એજન્સી) નવી દિલ્હી,તા.૧૨
નાગરિકતા સુધારા બિલ (સીએબી) અંગે શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને ખુલ્લો પત્ર લખવામાં આવ્યો હતો કે, મને એ વાતનું આશ્ચર્ય છે કે, સીએબીમાં શું સ્પષ્ટ નથી જે તમને મુંઝવે છે આ કાયદાનું વાસ્તવિક સ્વરૂપ “ગો” શબ્દથી મુસ્લિમો સાથે ભેદભાવ કરનારૂં છે. શરણાર્થીએ શરણાર્થી જ છે. કેમ કે, તે આપણા દેશમાં તેનું ભવિષ્પ બનાવવા માંગે છે. તે કયા ધર્મનો છે ? તે કોઇ મુદો નથી. આપણા બંધારણની કલમ ૧૪ અને ૧૫માં આ વાતની સ્પષ્ટતા છે. આ બિલ એનઆરસી સાથે જોડાયેલું છે. જેમાં એક સમુદાયને નિશાન બનાવવાની વાત છે અને તે માટે અટકાયત કેન્દ્રો પણ બનાવવામાં આવી રહ્યા છે જેમાંથી એક કેન્દ્ર નવી મુંબઇમાં પણ બનાવાઇ રહ્યું છે જે તમારા રાજ્યમાં જ છે. પત્રમાં જણાવાયું હતું કે, તમારી પાર્ટી શિવાજી મહારાજથી પ્રેરણા લે છે. તમે અને તમારી પાર્ટીના સભ્યો તેમના ઉપદેશ પર ચાલે છે તો પછી એમ કહો કે શિવાજીએ કયારે મુસ્લિમો સાથે ભેદભાવ કર્યો હતો. તેઓની લડાઇ મુગલો સાથે હતી તો પણ તેઓએ આવો ભેદભાવ કર્યો ન હતો. શું તમે દરિયા સારંગ, હૈદર અલી કોહારી, ઇબ્રાહીમ ખાન, સિદ્ધિ હિલાલ અને તેમના પુત્રના નામ ભૂલી ગયા છો ? કે પછી ઇતિહાસમાં લખાયેલા આ નામો અંગે પણ તમે અસ્પષ્ટ છો. શું તમે એવું વાંચ્યુ છે કે, ૭૦૦ પઠાણો શિવાજીની સેનામાં જોડાયા હતા આપણે આપણા મુસ્લિમ મિત્રો સાથે એક જ થાળીમાં ખાઇએ છે ત્યારે તમે શિવાજીના સમાનતાના વિચારનું પાલન કરશો ?