(એજન્સી) મુંબઈ, તા.૧૯
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ નાગરિકતા સંશોધન વિધેયક કાનૂન પર ગુરૂવારે ભાજપ પર નિશાન સાધતાં કહ્યું, સવાલ કર્યા હતા કે સરકાર દેશમાં શરણાર્થી તરીકે આવેલા હિન્દુઓને કયા સ્થાને અને કેવી રીતે વસાવવા માંગે છે ? તેમણે કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો હતો કે બેલગામ સીમા વિવાદમાં તે કર્ણાટકનો પક્ષ લઈ રહી છે. તેઓ રાજ્યપાલના ભાષણ પરની ચર્ચાનો જવાબ આપી રહ્યા હતા. રાજ્યપાલે મહારાષ્ટ્રના બન્ને સદનોને સંયુક્ત બેઠકને સંબોધી હતી. ઠાકરેએ કહ્યું કે હું જણાવા માંગું છું કે, અન્ય દેશમાંથી આવનારા હિન્દુઓને ક્યાં વસાવવાના છે ? ઠાકરેની પાર્ટી શિવસેનાએ લોકસભામાં નાગરિક સંશોધન વિધેયક બિલનું સમર્થન કર્યું હતું. રાજ્યસભામાં મતદાનનો બહિષ્કાર કર્યો હતો. ઠાકરેએ આરોપ લગાવ્યો કે બેલગામ મુદ્દે કાનૂની લડાઈમાં કેન્દ્ર સરકારે કર્ણાટકનો સાથ આપ્યો અને મહારાષ્ટ્રને નજરઅંદાજ કર્યું. પાંચ વર્ષથી આ ચાલી રહ્યું છે. તમામને અંધારામાં રખાયા. ગાયોના મુદ્દે હિન્દુ વિચારક વીર દામોદર સાવરકરના વિચારો પર ભાજપ તેના વિચારો સ્પષ્ટ કરે.