(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.ર૩
એકતરફ વાયબ્રન્ટ સમીટના આયોજનો થકી મોટા પ્રમાણમાં ઉદ્યોગો આવે તે માટે સરકાર પ્રયાસો કરે છે પરંતુ બીજી તરફ આ ઉદ્યોગ કારખાનાઓમાં કામ કરતાં કામદારો શ્રમિકોની સુરક્ષાની ચિંતા કરવામાં સરકાર નિષ્ફળ ગઈ છે. રાજ્યમાં છેલ્લા ૧૧ વર્ષમાં કારખાના-ઉદ્યોગોમાં સૌથી વધુ પ્રાણઘાતક અકસ્માતો ર૦૧૮માં ર૬૩ થયા હતા. આ અકસ્માતોમાં ઓછામાં ઓછા ર૬૩ અથવા તેનાથી પણ વધુ કામદારોના મોત થવા પામ્યા હતા. જ્યારે ર૦૧૮માં બિનપ્રાણઘાતક અકસ્માતો ૧૦૩૬ નોંધાયા હતા. ર૦૦૮થી ર૦૧૮ સુધીના ૧૧ વર્ષના આંકડામાં ર૦૧૮નું વર્ષ પ્રાણઘાતક અકસ્માતમાં ટોપ પર રહેલ છે જે હિસાબે જોઈએ તો રાજ્યમાં સરેરાશ દરરોજ ૩.પ૬ જેટલા અકસ્માતોના કેસ કારખાના-ઉદ્યોગોમાં નોંધાય છે. આ ઉપરાંત રાજ્યમાં કારખાના ધારાના ભંગના કેસો વધીને ૪પ૧૬૪ કેસો સુધી પહોંચી ગયા છે જેના નિકાલની ગતિ જોતા આ કેસોના નિકાલ ૪ર વર્ષ લાગે તેમ જણાય છે.
રાજ્ય સરકાર ઉદ્યોગ-કારખાનાઓની અને શ્રમિકોના કલ્યાણની મોટી મોટી વાતો કરતી રહે છે પરંતુ ખરી હકીકત ચોંકાવનારી છે જે બજેટના રજૂ થયેલા દસ્તાવેજો પરથી જણાઈ આવે છે. ર૦૦૮થી ર૦૧૮ સુધીના ૧૧ વર્ષમાં ર૦૧૮માં સૌથી વધુ પ્રાણઘાતક અકસ્માતો ર૬૩ બન્યા હતા તેમજ બિન પ્રાણઘાતક અકસ્માતો ૧૦૩૬ નોંધાયા હતા. કુલ અકસ્માતોની દૃષ્ટિએ ર૦૧૮માં ૧ર૯૯ અને સૌથી વધુ કુલ અકસ્માત ર૦૦૮માં ર૯૦૧ નોંધાયા હતા. કુલ અકસ્માતોના રેશિયા મુજબ જોઈએ તો ગત વર્ષે રાજ્યના ઉદ્યોગ-કારખાનાઓમાં દરરોજ ૩.પ૬ જેટલ અકસ્માતોના કેસ નોંધાવવા પામ્યા હતા. આ ઉપરાંત વર્ષ ર૦૧પ-૧૬માં મકાન અને અન્ય શ્રમયોગીઓના પ્રાણઘાતક અકસ્માતના કુલ ર૯ બનાવ બનેલ છે જેમાં ૩૩ના મોત થયા હતા. જ્યારે ર૦૧૬-૧૭માં કુલ ૪૩ બનાવોમાં ૪રનાં મોત અને ર૦૧૭-૧૮માં આજ પ્રકારના પ્રાણઘાતક અકસ્માતના ૪ર બનાવ બનેલ છે જેમાં પ૦ના મૃત્યુ થવા પામ્યા છે. ઉદ્યોગ-કારખાનાઓમાં વિવિધ પ્રકારના કારખાના ધારા નિયમોના ભંગના કેસો દરવર્ષે નોંધાતા હોય છે. જેનો નિકાલ અત્યંત ગોકળગાય ગતિએ થતો હોઈ પડતર કેસોની સંખ્યા મોટા પ્રમાણમાં વધી રહી છે. ર૦૧૬ના પ્રારંભમાં પડતર કેસો ૪૩૭પ૭ હતા તેમ વધીને ર૦૧૮માં ૪પ૧૬૪ કેસો પડતર રહેલ છે. વર્ષ-ર૦૧૭ સુધી દરમ્યાન નિકાલ થયેલ કેસોની ટકાવારી ર.પ ટકા અને પડતર કેસો ૯૭.પ ટકા રહેલ છે.
ર૦૧પથી ર૦૧૮ એમ ચાર વર્ષમાં પડતર કેસોનો નિકાલનો દર ૧.૯૭ ટકાથી ર.૯૮ ટકા સુધી રહેલ છે જે અત્યંત ઓયછું કહી શકાય. આ રેશિયો જોતા ઉક્ત તમામ પડતર કેસોનો નિકાલ કરવામાં આશરે ૪ર જેટલા વર્ષનો સમયગાળો લાગશે તેમ જણાય છે. ગતવર્ષે માત્ર ૧ર૩૭ કેસો નિકાલ કરાયા અને તેમાં ૧૧૮.પપ લાખનો દંડ વસૂલ કરાયો હતો.
રાજ્યના ઉદ્યોગ-કારખાનામાં દરરોજ ૩.પ૬ અકસ્માતના કેસ : શ્રમિકોની સુરક્ષા સામે પ્રશ્નાર્થ

Recent Comments