આકાશમાં તમે હેલિકોપ્ટર અને એરોપ્લેન ઉડતા જોયા હશે; પરંતુ શું તમે ક્યારેય કોઈ ટેક્ષીને ઉડતા જોઈ છે ? આ વાત તમને મજાક લાગી રહી હશે, પણ બહુ જલદી આ હકીકતમાં થનાર છે. આવો આવી અજબ-ગજબ ઉડનારી કારો વિશે જાણીએ.
તમને ‘ટારઝન ધ વંડર કાર’ ફિલ્મ તો યાદ હશે. આ ફિલ્મમાં એક આવી કારને બતાવવામાં આવી છે, જે જમીન પર ચાલવાની સાથે સાથે પાણીમાં પણ તરતી હતી અને હવામાં પણ ઉડતી હતી. આ સિવાય ઘણી બોલિવૂડ અને હોલિવૂડ ફિલ્મોમાં તમને કાર-બાઈક અથવા અન્ય ગાડીઓને હવામાં ઉડતી જોઈ હશે. આ તો થઈ ફિલ્મોની વાત. તમને ખબર છે, હકીકતમાં પણ આ સંભવ થઈ શક્યું છે. વિશ્વમાં ઘણી આવી કારો બની રહી છે જે હવામાં ઊડી શકે છે. ચાલો જાણીએ કેટલીક આવી જ કારો વિશે.
કિટટી હોક ફલાયર
કેલિફોર્નિયાની એક સ્ટાર્ટઅપ કંપની કિટટી હોકને ગત દિવસો એક સીટવાળી ફલાઈંગ કારનો વીડિયો અપલોડ કરીને સોશ્યલ મીડિયામાં સનસની મચાવી દીધી હતી. આ કારની સૌથી મોટી ખાસિયત એ છે કે તે હવામાં તો ઊંડે જ છે, પાણીમાં પણ ચાલી શકે છે.
પોપ અપ
ફ્રાંસની એક એવરક્રાફ્ટ કંપનીએ આ કારને બનાવી છે. માર્ચ મહિનામાં જીનિવા મોટર શોમાં આનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ જમીન પર દોડવાની સાથે સાથે હવામાં પણ ઊડી શકે છે. તમે આની બનાવટ જોઈને દંગ રહી જશો. આ બિલકુલ કોઈ ઉડનતસ્તરી જેવી દેખાય છે. આની સૌથી મોટી ખાસિયત એ છે કે આ બેટરીથી ચાલનારી કાર છે. જમીન પર ચાલતા-ચાલતા જ્યારે કોઈ હૈવી ટ્રાફિકજામમાં જો કોઈ ફસાઈ ગયું તો આને હવામાં ઉડાવીને તે જામથી બહાર નીકળીને બહુ જલદી પોતાની નિયત જગા પર પહોંચી શકે છે.
ટ્રાંઝીશન
મેસાચ્યુસેટ્રસની એક સ્ટાર્ટઅપ કંપની આ ઘણી ખૂબસૂરત અને આકર્ષક ઉડનારી કાર પર ર૦૦૬થી કામ કરી રહી છે. વર્ષ ર૦ર૩ સુધી આ જમીન પર ચાલવા અને આકાશમાં ઉડવા માટે બિલકુલ તૈયાર થઈ જશે. હાઈબ્રિડ કાર ટ્રાંઝીશન જોવામાં પણ ઘણી આકર્ષક છે.
ટેરાફુગિયા ડીએફએક્સ
અમેરિકાના વૈજ્ઞાનિકોએ ટેરાફુગિયા ડીએફએક્સ નામની આ ફલાઈંગ કાર બનાવી છે. આ એક એવી કાર છે, જે સડકો પર ચાલવાની સાથે સાથે હવામાં પણ ઊડી શકે છે. આ ફલાઈંગ કારને ઉડાવવા માટે કોઈ પાયલેટ લાયસન્સની પણ જરૂરત નહીં હોય. આ કાર ૮૦પ કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી દોડવા સક્ષમ છે. હવામાં ઉડવાની સાથે જ તેનો પાછળનો હિસ્સો વળી જાય છે, જેનાથી કારનું એન્જિન સુરક્ષિત રહે છે અને ઉડવામાં મદદ મળે છે.
વાહના
આંતરરાષ્ટ્રીય એયરોસ્પેસ કંપની એયરબસ ‘વાહના’ નામની ફલાઈંગ ટેક્ષી બનાવી રહી છે. કંપની આ વર્ષના અંત સુધી આની ટ્રાયલ શરૂ કરી દેશે. હમણાં માત્ર એક યાત્રી માટે આ ટેક્ષી બનાવવામાં આવી છે; પરંતુ ભવિષ્યમાં ઘણા યાત્રીઓને એક સાથે બેસવાવાળી ટેક્ષી પણ તૈયાર કરવાની યોજના છે.
ડ્રોન ટેક્સી ‘ઈ હૈંગ ૧૮૪’
દુબઈના આકાશમાં ડ્રોન ટેક્ષી જલદી દેખાઈ દેશે. ચીનમાં તૈયાર ‘ઈ હૈંગ ૧૮૪’ નામની આ ડ્રોન ટેક્ષીને સૌથી પહેલા જાન્યુઆરી ર૦૧૬માં લાસ વેગાસમાં પ્રદર્શિત કરવામાં આવી હતી. લગભગ ર૦૦ કિલો વજનની આ ડ્રોન ટેક્ષી ૧૧,પ૦૦ ફૂટની ઊંચાઈ પર ઊડી શકે છે. ઈંડાનો આકાર, ચાર ચક્કર અને બે પંખાથી સજ્જ આ ટેક્ષી આદર્શ રૂપે એક વ્યક્તિ માટે જ છે. એક સામાન્ય માનવી એક બેગની સાથે આ ટેક્ષીમાં સવાર થઈને યાત્રા કરી શકે છે. ૯૦ કિલો વજન સુધી ઉઠાવવામાં સક્ષમ ટેક્ષી લગભગ ૩૦ મિનિટ સુધી ૧૬૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી આકાશમાં ઊડી શકે છે. આનું સફળ પરીક્ષણ કરવામાં આવી ચૂક્યું છે અને આ વર્ષ જુલાઈથી આને શરૂ કરવાની યોજના છે.
કેવી રીતે કામ કરે છે ફલાઈંગ કાર
ફલાઈંગ કારને હાઈબ્રિડ પ્રોપલ્શન દ્વારા હવામાં ઉડવા યોગ્ય બનાવવામાં આવે છે. જ્યારે આ કાર સડક પર દોડે છે તો આની વિંગ્સ અંદરની તરફ રહે છે. હવામાં ઉડતા સમયે આ બહારની તરફ ચાલી આવે છે. ફલાઈંગ કારમાં સુરક્ષાનું પૂરું ધ્યાન રાખવામાં આવે છે. ઉડતા સમયે કારનું ઈંધણ ખતમ હોવાની સ્થિતિમાં પેરાશૂટ દ્વારા કારને જમીન પર લાવી શકાય છે. એટલું જ નહીં, જમીન અને આકાશમાં કોઈ પ્રકારની દુર્ઘટના થવા પર બચાવ માટે આમાં એયરબેગ્સ પણ આપવામાં આવ્યા છે, જેનાથી આમાં સવાર લોકો સુરક્ષિત બહાર આવી શકે.
ડ્રાયવર વિના ઉડશે કાર
• ટ્રાફિકજામથી અપાવશે છુટકારો
ટ્રાફિકજામ પૂરી દુનિયા માટે ગંભીર પરેશાનીનું કારણ બની ગઈ છે. મેટ્રો ટ્રેન અને મોનો રેલે આ સમસ્યાને કેટલીક હદ સુધી ઓછી કરી છે. પરંતુ આમ છતાં સડકો પર અત્યારે પણ જામનો જામ દરેક દેશે સહન કરવો જ પડે છે, જામની આ સમસ્યાથી બચવા માટે દુબઈએ ડ્રોન ટેક્ષી ચલાવવાનો નિર્ણય કર્યો છે. દુબઈ દુનિયાનો પહેલો એવો દેશ બનવા જઈ રહ્યો છે, જ્યાં ડ્રોન ટેક્ષી ચાલશે. આ એક એવી ટેક્ષી છે, જે આકાશમાં ઉડશે અને લોકોને તેની મંજિલ સુધી સકુશળ પહોંચાડશે. નિશ્ચિત રૂપે આ ઉડનારી ટેક્ષીથી ટ્રાફિકજામથી તો છુટકારો મળશે, આમાં સફર કરવી પણ ઘણી રોમાંચક હશે. આ રોમાંચક ટેક્ષીની સફર વિશે તમને આ જાણીને ઘણી નવાઈ થશે કે આને ચલાવવા માટે કોઈ ડ્રાયવરની જરૂરત નથી, આ પૂરી રીતે ઓટોમેટિક સિસ્ટમ પર આધારિત છે. આ ટેક્ષીમાં એવી ટેકનોલોજી લગાવવામાં આવી છે. ટેક્ષીમાં સવાર થઈ જાવ અને સામે લાગેલા ટચ-સ્ક્રીન પર તમારા જવાના સ્થાનને ક્લિક કરવાનું છે. ઓટોમેટિક ડ્રોન ટેક્ષી ૪જી મોબાઈલ ઈન્ટરનેટથી કનેક્ટ થઈને સંચાલિત થશે. મોબાઈલને કનેક્ટ કરવા અને પોતાના ડેસ્ટિનેશનની પસંદગી કર્યા બાદ હવાની તેજ રફતારથી વાત કરતા આ ટેક્ષી થોડીક મિનિટોમાં લોકોને તેની મંજિલ સુધી પહોંચાડી દેશે. દુબઈ સરકાર આમ પણ ઓટોમેટિક ગાડીઓની તરફ ઝડપથી ધ્યાન આપી રહી છે. અહીંની સરકારની યોજના છે કે ર૦૩૦ સુધી દુબઈમાં રપ ટકા ગાડીઓને કોઈ ડ્રાયવર વિના ઓટોમેટિક રીતે ચલાવી શકાય છે.
એયરોમોબિલ
સ્લોવાકિયાની કંપની એયરોમોબિલમાં એક એવી કાર બનાવવાનો દાવો કર્યો છે. જે જમીન પર દોડવાની સાથે સાથે હવામાં ઊડીને આકાશને પણ સૈર કરાવશે. આ કારમાં બેસીને તમને ટારઝન ફિલ્મની કાર જેવો અનુભવ થશે. જ્યારે તમે ઈચ્છો આને સડક પર ચલાવી શકો છો, જ્યારે ઈચ્છો સ્ટેયરિંગ ઘુમાવી આકાશની સૈર કરવા લાગશો. એયરોમોબિલ કંપનીએ આ ફલાઈંગ કારની બુકિંગ પણ શરૂ કરી દીધી છે અને ર૦ર૦ સુધી આ કારો વેચાણ માટે તૈયાર થઈ જશે, ઘણી અલગ-અલગ ફિચર્સમાં આ કાર બનાવવામાં આવી રહી છે. આની કિંમત ૮.૪૦થી ૧૧ કરોડ રૂપિયા વચ્ચેની હોવાની સંભાવના છે.