અમદાવાદ,તા.ર૩
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શુક્રવારના રોજ મળેલી સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટરે કોંગ્રેસની દલિત મહિલા કાઉન્સિલરનું અપમાન કરતા કોંગ્રેસના કાઉન્સિલરોએ ઉગ્ર વિરોધ નોંધાવી સામાન્ય સભામાં ઉહાપોહ મચાવી દીધો હતો. દલિત મહિલા કાઉન્સિલર કમળાબેન ચાવડાનું અપમાન કરાતા કાઉન્સિલર ઈકબાલ શેખ સહિત અન્ય મહિલા કાઉન્સિલરો રિક્રિએશન કમિટીના ચેરમેન તથા અન્ય સામે ધસી ગયા હતા તે મહિલા કાઉન્સિલરની માફી માંગે તેવી માગણી સાથે તેમની ચુડીઓ ફેંકી હતી ભારે ઉહાપોહ થતા કોંગ્રેસના તથા ભાજપના કાઉન્સિલરો સામ સામે આવી ગયા હતા અંતે મેયરે બોડ પુરૂં થયેલુ જાહેર કરી દીધું હતું.