(એજન્સી) લંડન, તા.૧૪
લંડનના વેમ્બલે સ્ટેડિયમ ખાતે ૮ જુલાઈના રોજ એક કોન્સર્ટમાં જગપ્રસિદ્ધ ગાયક એ.આર.રહેમાને માત્ર તામિલ ભાષામાં પર્ફોમન્સ કરતાં તેમના ચાહકોએ નારાજગી વ્યકત કરી કાર્યક્રમથી બહાર નીકળી ગયા હતા. રહેમાન તથા તેમના ગ્રુપ દ્વારા માત્ર તામિલમાં કોન્સર્ટે કર્યો જ્યારે દર્શકોને આ કાર્યક્રમ હિન્દી અને ઉર્દૂમાં થશે એવી જાણકારી આપવામાં આવી હતી. રહેમાન સાથે બેની દયાલ, જાવેદઅલી, નીતિ મોહન, જોનીતા ગાંધીએ સ્ટેજ પર પર્ફોમ કર્યું હતું. કેટલાક નારાજ દર્શકોએ ટ્વીટર પર પણ ટ્વીટ કરી હતી કે ઓર્ગેનાઈઝરે અમારી સાથે છેતરપિંડી કરી છે, અમને જણાવવામાં આવ્યું હતું કે, કોન્સર્ટમાં માત્ર હિન્દી અને ઉર્દૂમાં પર્ફોમન્સ કરવામાં આવશે તથા રિફન્ડની માગણી કરી હતી. જ્યાં એ.આર.રહેમાને માત્ર ૧ ટકા જેટલા ગીતો હિન્દીમાં પર્ફોમન્સ કર્યા હતા. આ શો બાદ તેમના ફેન નિરાશ થયા તથા એ.આર.રહેમાન ચાહકોને ખુશ કરી શકયા નહીં. ટ્વીટર પર ઘણા દર્શકોએ નારાજગી વ્યકત કરતાં ઘણી બધી ટિપ્પણીઓ કરી હતી.
યુ.કે. કોન્સર્ટમાં એ.આર.રહેમાને માત્ર તામિલ ભાષામાં પર્ફોમ આપતાં ગુસ્સે થયેલ ફેન કોન્સર્ટથી બહાર નીકળી ગયા

Recent Comments