(એજન્સી) લંડન,તા.૧૧
બ્રિટને લીબિયાના પૂર્વ વિદ્રોહી અબ્દુલ હાકીમ બેલહાજ અને તેમના પત્ની ફાતિમા બૌદચર પાસે ર૦૦૪માં તેમના પ્રસૂતિકાળ દરમિયાન થાઈલેન્ડથી લીબિયા સુધી બ્રિટિશ જાસૂસોની ભૂમિકા અંગે માફી માંગી છે કે જ્યારે બેલહાજને મુઅમ્મર ગદ્દાફીના અનુયાયીઓ દ્વારા પીડા આપવામાં આવી હતી.
એટર્ની જનરલ જેરેમી રાઈટે કહ્યું કે, આ દંપતી દ્વારા લાંબા સમયથી બ્રિટિશ અધિકારીઓ અને સુરક્ષા એજન્સીઓની વિરુદ્ધ જે કાયદાકીય દાવાઓ માંડવામાં આવ્યા હતા હવે તેને બ્રિટિશ સરકાર તથા તેમની વચ્ચે થયેલા પૂર્ણ અને અંતિમ કરારના ભાગ રૂપે પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. બૌદચર કે જેઓ તે સમયે ગર્ભવતી હતા. તેમની બાળકને જન્મ આપવાના થોડા સમય પહેલા જ ગદ્દાફીના લીબિયામાં અટકાયત કરવામાં આવી હતી. તેઓ રાઈટનું નિવેદન સાંભળવા માટે સંસદની જાહેર ગેલેરીમાં તેમના પુત્ર સાથે હાજર રહ્યા હતા.
રાઈટે કહ્યું કે, મધ્યસ્થતા બાદ, યુકેની સરકાર શ્રી બેલહાજ અને શ્રીમતી બૌદચરના દાવાઓ સાથે સંપૂર્ણ સમાધાન કરવામાં સફળ રહી છે. કોઈ પણ પ્રતિવાદી દ્વારા જવાબદારી અંગેની કોઈપણ કબૂલાત કરવામાં આવી નથી સરકાર શ્રીમતી બૌદચરને પ,૦૦,૦૦૦ પાઉન્ડની ચૂકવણી કરવા માટે સહમત થઈ છે. વડાપ્રધાને તે બંનેની માફી માંગવાનું લખાણ લખ્યું છે અને તેમણે ઉમેર્યું છે કે બ્રિટિશ સરકાર તેમની સાથે જે કંઈ પણ બન્યું તે અંગે જાણે છે.