(એજન્સી) લંડન, તા.૧
બ્રિટનમાં વિરોધપક્ષના લેબર પાર્ટીની મહિલા કાર્યકર્તાએ આક્ષેપ લગાવતા કહ્યું કે તેણીની સાથે ૧૯ વર્ષીય વયે પાર્ટી પ્રસંગે બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો પણ તેણીએ પોતાની કારકિર્દી બચાવવા માટે પાર્ટીના ઉચ્ચ અધિકારીઓ સાથે આ અંગે કોઈપણ વાત ન કરવા જણાવાયું હતું. બ્રિટીશની રાજનીતિ હાર્વે વેઈનસ્ટેન સ્કેન્ડલ બાદ શક્તિશાળી વ્યક્તિઓ દ્વારા કરવામાં આવેલ જાતીય સતામણીનો આ સૌથી ગંભીર મામલો હતો જે પાર્ટીની રપ વર્ષીય મહિલા કાર્યકર્તા બેક્ષ બેઈલીએ કર્યો હતો. જ્યારે લેબર નેતા જેરીમી કોર્બીયને બેઈલીના આક્ષેપ કર્યા બાદ આ અંગે તપાસના આદેશ આપ્યા હતા. બેક્ષ બેઈલીએ જાહેરમાં આ પ્રકારનો ખુલાસો કરીને ખૂબ જ હિંમત દાખવી છે અને મારો તેમને પૂરો સહયોગ છે. જેરીમીએ આ વાત ફેસબુક પર કહી હતી. લેબર પાર્ટીની અંદર જાતીય સતામણી જરાય પણ ચલાવી લેવાશે નહીં. જે કંઈપણ થાય પણ આ પ્રકારની પ્રવૃત્તિઓને સાંખી નહીં લેવાય અને તેની સામે કડક પગલાં લેવામાં આવશે. પાર્ટી પ્રવકતાએ જણાવ્યું કે બેક્ષ બેઈલી પર કરવામાં આવેલ રેપ મામલે અમે કડક પોલીસ તપાસ કરાવીશું અને ગુનેગારોને સજા પણ મળશે. બેઈલીએ બીબીસી રેડિયોમાં જણાવ્યું કે, ર૦૧૧માં તેનું રેપ થયું હતું. પાર્ટીના કોઈ સિનિયર નેતાએ કર્યું હતું. તેણીએ કહ્યું કે, તે વખતે બેઈલીએ પોતાને સંભાળી રહી હતી જેથી તેણે તે વખતે પોલીસને પણ જાણ નહોતી કરી. હું ખૂબ જ ડરી ગઈ હતી. મને ખૂબ જ શરમ આવતી હતી. હું જાણતી હતી કે તે લેબર પાર્ટી છે. તે પણ એક પરિવારની જેમ જ હતી. હું કોઈને જાણતી પણ ન હતી અને મને એ પણ ચિંતા હતી કે હું કોઈના પર ભરોસો કરીશ કે નહીં તેણીએ જણાવ્યું. વડાપ્રધાન થેરેસા મેય એ પણ આ અંગે તેમના બે મંત્રીઓ વિરૂદ્ધ તપાસના આદેશ આપ્યા છે.