(એજન્સી) લંડન,તા.૬
ઈંગ્લેન્ડના બિસ્ટન શહેરમાં જાણીતા મુસ્લિમ અને શીખ પવિત્ર સ્થળોને આગ ચાંપવામાં આવી હતી. મળેલ જાણકારી મુજબ મંગળવારે સવારે ૩ઃ૪પની આસપાસ જામિયા અબુ હુરૈરા મસ્જિદ અને તેની નજીકના ગુરૂ નાનક નિષ્કામ સેવક જથા પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં બંને ઈમારતોના મુખ્ય દરવાજાઓને સામાન્ય નુકસાન પહોંચ્યું છે. મસ્જિદ કમિટીના સેક્રેટરી અમજીદ હુસૈને કહ્યું કે, આ હુમલાઓ અમને વિભાજીત નહીં કરી શકે. આ મુદ્દે પોલીસે તપાસ હાથ ધરી છે. ઈન્સ્પેકટર ઈયાન ઓબ્રાયને કહ્યું કે આ ઘટનાઓ બંને મુસ્લિમ અને શીખ સમુદાયને ચિંતિત કરનારી છે અને અમે તેમના પ્રતિનિધિઓ સાથે સંપર્ક સાધી એ સુનિશ્ચિત કરાવવા માંગીએ છીએ. તેઓ સુરક્ષિત છે. પૂર્વગ્રહને કારણે આચરવામાં આવતા આ ગુનાઓ વિરૂદ્ધ કડક પગલાં લેવામાં આવશે અને અસરગ્રસ્ત સમુદાયોનો વિશ્વાસ કાયમ કરાશે.