(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૦
દક્ષિણ ગુજરાતની જીવાદોર સમાન ઉકાઈ ડેમ ભયજનક સપાટી ૩૪૫ ફૂટથી માત્ર ર ફૂટ દૂર છે. આજે બપોરે ડેમની સપાટી ૩૪૩ ફૂટ નોંધાઈ છે. ડેમમાં ૯૩,૨૨૫ ક્યુસેક આવકની સામે ૭૫,૭૬૪ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલ મધ્યપ્રદેશ-મહારાષ્ટ્રમાં નજીવો વરસાદ નોંધાયો છે. ગોપાલખેડામાં ૨૮ મીમી, યરલીમાં ૧પ મીમી, ભૂસાવલમાં ૧૯ મીમી, ગીરનામાં રર મીમી, ધૂલિયામાં ૧૬ મીમી મળી ર૧ ગેજસ્ટેશનમાં કુલ ૧૫૫.૬૦ મીમી વરસાદ નોંધાયો છે. સરેરાશ એક ગેજસ્ટેશનમાં ૭.૭૧ મીમી જેટલો વરસાદ થયો છે. હથનુર ડેમની ભયજનક સપાટી ૨૧૩ મીટરની સામે આજે સવારે સપાટી ૨૧૨.૪૦ મીટર નોંધાઈ છે. હથનુર ડેમમાંથી તાપી નદીમાં ૪૨,૯૨૫ ક્યુસેક પાણી છોડાઈ રહ્યા છે. ઉકાઈ ડેમની ભયજનક સપાટી ૩૪૫ ફૂટની સામે આજે બપોરે ૧ર કલાકે ડેમની સપાટી ૩૪૩.૦૭ ફૂટ નોંધાઈ છે. ગત રોજ ઉકાઈમાંથી તાપી નદી ડિસ્ચાર્જ ર૧ હજાર ક્યુસેક જેટલો જ હતો. પરંતુ ડેમ ભયજનક સપાટીથી માત્ર ર ફૂટ દૂર હોવાથી અને હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખી આજે તાપી નદીમાં પોણા લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યા છે.