(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૮
ઉકાઈ ડેમના ઉપરવાસમાં નોંધપાત્ર વરસાદ જારી રહેતા સવારથી ઉકાઈ ડેમમાં ૧.૭૮ લાખ ક્યુસેક્સ પાણી ઠલવાતા ડેમની સપાટી ૩૪૪.૦૫ ફુટ પર પહોંચી છે. જેથી ડેમની ભયજનક સપાટી ૩૪૫ ફુટથી નીચે રાખવા ગઈકાલ સવારથી જ ૧૦ દરવાજા ખોલીને એક લાખ ક્યુસેક્સ પાણી છોડવાનું ચાલુ રાખવાનો નિર્ણય તંત્રે લીધો છે. આમ ફરીથી તાપી નદી બે કાંઠે વહેતી જાવા મળી છે. આ ઉપરાંત સુરત શહેર સહિત જીલ્લામાં રાત્રિના સમયે ધોધમાર વરસાદ પડ્‌યો હતો. ખાસ કરીને ઓલપાડમાં ૩ ઇંચ જેટલો વરસાદ ખાબકતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.
ઉપરવાસમાં વરસાદનું જોર હવે ધીમે ધીમે ઘટી રહ્ના છે. હાલ હથનુર ડેમમાંથી ૫૬,૬૪૫ કયુસેક પાણી ઉકાઇ ડેમમાં છોડવામાં આવી રહ્ના છે. હાલ હથનુર ડેમની સપાટી ૨૧૩.૪૨ મીટર પર પહોદ્વચી છે. જે ભયજનકથી માત્ર પોઇન્ટ ૫૦ મીટર દુર છે. આ ઉપરાંત ઉકાઇ ડેમમાં પાણીની માત્રાનો ઘટાડો જાવા મળ્યો છે. બપોરના એક વાગ્યા સુધી ઉકાઇ ડેમમાં ૧૪,૩૮૦ કયુસેક પાણીની આવકની સામે તંત્રએ ૧ લાખ ૭૮ હજાર ૫૩૧ કયુસેક પાણી તાપી નદીમાં છોડવાનું ચાલુ કર્યુ છે. પરિણામે તાપી નદી ફરી બે કાંઠે જાવા મળી રહી છે. બીજી બાજુ ઉકાઇ ડેમની સપાટી ભયજનકથી નીચી રાખવા માટે પાણી છોડવામાં આવી રહ્યાં છે. હાલ ઉકાઇ ડેમની સપાટી ૩૪૪.૦૫ ફુટ પર પહોદ્વચી છે. ઉકાઈ ડેમના ઉપરવાસ સહિત સુરત સીટી સહિત જીલ્લામાં વરસાદી વાતાવરણ વચ્ચે હળવા વરસાદી ઝાપટા નોંધાયા છે. છેલ્લાં ૧૨ કલાકમાં બારડોલીમાં ૭ મીમી, માંગરોળમાં ૩૦ મીમી અને ઓલપાડમાં ૩ ઇંચ વરસાદ નોદ્વધાયો છે. બાકીના તાલુકામાં નહીવત વરસાદ પડ્‌યો છે. આમ ઉકાઇમાંથી પાણી છોડાતાં જ ફરીથી કોઝવેની સપાટીમાં વધારો નોદ્વધાયો છે. હાલ કોઝવેની સપાટી ૮.૭૫ મીટર પર પહોદ્વચી જવા પામી છે. આમ છેલ્લાં બે મહિનાથી કોઝવે ઓવરફલો હોવાના કારણે તાપી નદી બે મહિનાથી સોળે કળાંએ ખીલી રહી છે.