(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૫
ચોમાસાની સિઝન પૂરી થવા માટે હવે માત્ર એક સપ્તાહ જેટલો સમય બાકી છે. આ વર્ષે સારો વરસાદ થયો હોવાથી તાપી નદીના તમામ નાના-મોટા ડેમ, પૂર્ણ ક્ષમતા સુધી ભરવામાં આવ્યો છે. સૌથી મોટો ડેમ હથનુર અને ઉકાઈ ડેમ પણ તેની ભયજનક સપાટીને કટોકટ ભરવામાં આવ્યો છે.
ગત ૨૪ કલાક દરમ્યાન તાપી નદીના કેચમેન્ટ એરિયામાં વરસાદનું જોર ઘટ્યું છે. ટેસ્કામાં ૬ મીમી, ચીખલધરામાં ૧૯ મીમી, દેડતલાઈમાં ૧૧ મીમી, યરલીમાં ૪ મીમી, હથનુરમાં ૩ મીમી, ચીકલોડમાં ૨૦ મીમી, દહીગામમાં ૧ મીમી, સાવખેડામાં ૧૭ મીમી મળી કુલ ૨૧ ગેજસ્ટેશનમાં ૧૦૬ મીમી સરેરાશ ૫ મીમી જેટલો વરસાદ નોધાયો છે.
હથનુર ડેમની ભયજનક સપાટી ૨૧૩ મીટર છે. જેની સામે આજે હથનુરની સપાટી ૨૧૨.૮૫૦ મીટર નોંધાઈ છે. જે ડેમની ભયજનક સપાટીથી માત્ર ૦.૨૫૦ મીટર દૂર છે. હથનુર ડેમમાંથી તાપી નદીમાં ૩૬,૮૬૮ ક્યુસેક પાણી ડિસ્ચાર્જ કરવામાં આવી છે.
હથનુર અને ઉકાઈ ડેમ ભયજનક સપાટીએ

Recent Comments