લાહોર,તા.૨૬
પાકિસ્તાનની ટીમથી બહાર ચાલી રહેલા ઉમર અકમલે સ્પૉટ ફિક્સિંગને લઈને મોટો ખુલાસો કર્યો છે. ઉમર અકમલે પાકિસ્તાની મીડિયા સામે દાવો કર્યો છે કે વર્ષ ૨૦૧૫ વર્લ્ડકપમાં તેમણે સ્પૉટ ફિક્સિંગ કરવાની ઓફર મળી હતી. ઉમર અકમલે કહ્યું કે, તેમણે ભારત વિરુદ્ધ પહેલી મેચમાં બે બોલ પર રન નહીં બનાવવા માટે ૨ લાખ ડૉલરની ઓફર મળી હતી.
ઉમર અકમલે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, મને વર્લ્ડકપ ૨૦૧૫માં ભારત વિરુદ્ધ બે ડૉટ બોલ રમવાની ઓફર મળી હતી. જેના માટે મને ૨ લાખ ડૉલર આપવાની વાત કરી હતી. તે વર્લ્ડકપ ૨૦૧૫માં ભારત વિરુદ્ધ પહેલી મેચ હતી. આવી ઘણી ઓફર મને પહેલા પણ મળી હતી. ભારત વિરુદ્ધ મેચમાં મને બહાર બેસાડવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ મેં સ્પષ્ટપૂર્ણે ઈનકાર કરી દીધો હતો કે હું પાકિસ્તાન માટે રમીશ અને મને આવી ઓફર કોઈ ના આપો.
ર૦૧૫ વર્લ્ડકપમાં સ્પોટ ફિક્સિંગ કરવાની ઓફર મળી હતી : અકમલ

Recent Comments