(એજન્સી) નવી દિલ્હી, તા.ર૪
જેએનયુ પ્રશાસને ઉમર ખાલીદ અને બે અન્ય વિદ્યાર્થીઓના પીએચડી થીસીસને સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. આ વિદ્યાર્થીઓનો દાવો છે કે, આ હાઈકોર્ટ દ્વારા તેઓને વચગાળાની રાહતના વિરૂદ્ધ છે. ઉમરે તેને સસ્પેન્ડ કરવા અને દંડ ફટકારવા વિરૂદ્ધ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. ઉમરનો દાવો છે કે, યુનિ. કોર્ટના નિર્દેશોનું ઉલ્લંઘન કરી રહી છે. ઉમરે કહ્યું કે, હાઈકોર્ટમાં યુનિ.ને અરજીકર્તાઓની વિરૂદ્ધ કોઈ પ્રતિરોધી પગલાં ઉઠાવવા પર રોક લગાવી છે જે બે વધુ વિદ્યાર્થીઓના થીસીસ જમા નથી થયા તેમના નામ અનંત પ્રકાશ અને અસ્વતિ નાયર છે. યુનિ.ના પરિસરમાં ૯ ફેબ્રુઆરી ર૦૧૬ના રોજ કથિત રીતે દેશ વિરોધી સૂત્રોચ્ચારોની ધરણાની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય કમિટીનું ગઠન કરવામાં આવ્યું હતું. કમિટીએ ઉમર ખાલીદને દોષિત ગણાવ્યા હતા. ત્યારબાદ ઉમર અને અન્ય વિદ્યાર્થીઓને દંડ ફટકારવામાં આવ્યો હતો. ઉમરને ચિંતા છે કે, તેઓને પીએચડી થીસીસ જમા કરવાથી રોકવામાં ન આવે કારણ કે છેલ્લો દિવસ પૂરો થઈ ગયો છે. ઉમર ખાલીદે કહ્યું કે જો મારે પીએચડી થીસીસ સબમીટ કરવી હોય તો મારે દંડ ભરવો પડશે. ઉમરે કહ્યું કે સોમવારે પીએચડી સબમિશન હતું જેના માટે હું ગત પાંચ દિવસોથી કામ કરી રહ્યો છું. જો પોતાના સેન્ટર, હોસ્ટેલની બાકી બધી ફી ભરી દીધી છે પણ મને આ સબમિશન કરાવવાથી રોકવામાં આવ્યો.