(એજન્સી)
નવી દિલ્હી, તા.ર૦
દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલે ઉમર ખાલિદ પર હુમલો કરનારની ધરપકડ કરી છે. આરોપીઓએ થોડા દિવસ પહેલાં વીડિયો જારી કરીને દાવો કર્યો હતો કે તેઓએ જ ઉમર ખાલિદ પર ગોળી ચલાવી છે. અને તેઓ સરેન્ડર પણ કરશે. આરોપીઓની પંજાબથી ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓના નામ દરવેશ શાહપુર અને નવીન દલાલ છે. પોલીસ બંનેથી પૂછપરછ કરી રહી છે. નોંધનીય છે કે ખાલિદ પર બંધારણીય કલબની બહાર એ સમયે હુમલો થયો જ્યારે તે કેટલાક મિત્રોની સાથે કલબની બહાર ચા પી રહ્યો હતો. ત્યારે એક શખ્સે પાછળથી આવીને તેની ગરદન પકડી લીધી. હુમલા બાદ ખાલિદ કહ્યું કે મેં નોટિસ કર્યું કે તેના હાથમાં એક બંદૂક હતી તો મેં તેનો હાથ પકડવાનો પ્રયાસ કર્યો. હું ડરેલો હતો. કારણ કે તેે મને મારવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેણે મને ધક્કો મારી નીચે પાડી દીધો. ત્યારબાદ મને માર્યો. જ્યારે મારા મિત્રોએ તેને ભગાવવાનો પ્રયાસ કર્યો હતો તે બંદૂક ફેંકીને ભાગી ગયો. મેં દૂરથી ગોળી ચલાવવાની અવાજ સાંભળી હતી.