પાલનપુર, તા.૪
આજે લોકસભાની ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ હોવાથી બનાસકાંઠામાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરવા પહોંચ્યા હતા. જ્યાં કોંગ્રેસના ઉમેદવાર પરથી ભટોળ પોતાના સમર્થકો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે કલેક્ટર કચેરી પહોંચીને પોતાનું ફોર્મ ભર્યું હતું.
આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી કોંગ્રેસ અને ભાજપના બંને ઉમેદવારોએ સભા સંબોધીને પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું જેમાં કોંગ્રેસી ઉમેદવાર પરથી ભટોળે પોતાના ગામ રતનપુરમાં મોટી સભાનું આયોજન કર્યું જેમાં બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના તમામ ધારાસભ્યો અને કોંગ્રેસી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં તમામ નેતાઓએ મળીને પરથી ભટોળને જીતાડવાનું આહવાન કર્યું હતું જેમાં મોટી સંખ્યા કોંગ્રેસી કાર્યકર્તાઓ અને લોકો જોડાયા હતા ત્યારે બાદ પરથી ભટોળ દ્વારા પાલનપુરના માર્ગો ઉપર રોડ શો કરાયો હતો અને નેતાઓની પ્રતિમા ઉપર ફુલહાર કરીને તેવો કોંગ્રેસી ધારાસભ્યો સાથે પોતાનું ફોર્મ ભરવા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા જ્યાં તેમને તેમનું ઉમેદવાર ફોર્મ ભર્યું હતું અને પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.