નવી દિલ્હી, તા.ર૪
ટીમ ઈન્ડિયાના યુવા ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ઈજાના કારણે આગામી ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ ગયા છે. ભારતીય ટીમને આફ્રિકા વિરૂદ્ધ બે ઓક્ટોબરથી ત્રણ ટેસ્ટ મેચોની સિરીઝ રમવાની છે. આ સિરીઝ ટેસ્ટ ચેમ્પિયનશીપનો હિસ્સો છે અને વેસ્ટઈન્ડિઝમાં શાનદાર બોલિંગ કરનાર બુમરાહને આમાં સ્થાન મળ્યું હતું. બુમરાહની ઈજા બાદ પસંદગીકારોએ તેના સ્થાને ઉમેશ યાદવને તક આપી છે. બીસીસીઆઈએ આની જાણકારી આપતા કહ્યું કે બુમરાહને પીઠના નીચેના ભાગમાં સામાન્ય સ્ટ્રેસ ફ્રેકચર છે. બુમરાહ આ ઈજાની સારવાર માટે એનસીએમાં રીહેબિલિટેશન પ્રોગ્રામમાં ભાગ લેશે. આ દરમ્યાન બીસીસીઆઈની મેડિકલ ટીમની દેખરેખમાં રહેશે. બુમરાહની આ ઈજાની જાણકારી ખેલાડીઓના રૂટીન ચેકઅપ દરમ્યાન થઈ. ઉમેશ યાદવે ભારત તરફથી છેલ્લીવાર ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ર૦૧૮માં ટેસ્ટ મેચ રમી હતી.
ઈજાના કારણે જસપ્રીત બુમરાહ ટેસ્ટ સિરીઝમાંથી બહાર : ઉમેશ યાદવને તક

Recent Comments