(એજન્સી) જીદ્દાહ, તા.રપ
સૂત્રોના જણાવ્યા અનુસાર ઉમરાહ દરમિયાન વર્ષ ર૦૧૬-૧૭માં કુલ ૧૪,પ૩,૪૪૦ ઉમરાહ શ્રદ્ધાળુઓમાંથી વીઝાની મુદ્દત પૂરી થઈ હોવા છતાં ગેરકાયદેસર રીતે રહેતા શ્રદ્ધાળુઓની યાદીમાં ૬,૯૦પ શ્રદ્ધાળુઓ સાથે પાકિસ્તાન ટોચના સ્થાને છે. ૧,૬ર૯ શ્રદ્ધાળુઓ સાથે નાઈજીરિયા બીજા સ્થાને છે જ્યારે ૧,૦૮૧ શ્રદ્ધાળુઓ સાથે ઈજિપ્ત ત્રીજા સ્થાને છે. પ૯ર શ્રદ્ધાળુઓ સાથે ઈન્ડોનેશિયા ચોથા અને સુદાન પાંચમા ક્રમે છે.
બીજીબાજુ ગત ઉમરાહ દરમિયાન ટોપ ૧૦ દેશોની યાદીમાં ૮,૭૬,ર૪૬ શ્રદ્ધાળુઓ સાથે ઈન્ડોનેશિયા બીજા ક્રમે હતું જ્યારે ૬,૦૮,પ૬૧ શ્રદ્ધાળુઓ સાથે ઈજિપ્ત ત્રીજા ક્રમે હતું. પ,રપ,ર૭૮ શ્રદ્ધાળુઓ સાથે ભારત ચોથા ક્રમ અને ૪,૪૦,૩૯૮ શ્રદ્ધાળુઓ સાથે તુર્કી છઠ્ઠા ક્રમે આવે છે.
હજ અને ઉમરાહ માટેની રાષ્ટ્રીય સમિતિ દ્વારા આયોજિત બેઠકની અધ્યક્ષતા મારવાન શાબન દ્વારા કરવામાં આવી હતી. તેમણે નવા તંત્ર માટે ઉમરાહ કંપનીના પાલનના મહત્ત્વ પર ભાર આપ્યો હતો જેની શરૂઆત તાજેતરમાં હજ અને ઉમરાહ મંત્રાલય દ્વારા વિઝન ર૦૩૦ સાથે વ્યાવસાયિક ઉદ્યોગના ક્ષેત્રમાં પરિવર્તન લાવવાના ઉદ્દેશ સાથે કરવામાં આવી હતી.
સમિતિએ બેઠકમાં જણાવ્યું હતું કે, હવે ઉમરાહના ૩૦૦ દિવસો હશે, હિજરી સન મોહર્રમ ૧થી શવ્વાલ-૩૦ સુધી હશે. આ કંપનીઓએ પૂર્ણ કાલીન કર્મચારીઓ સાથે ૧ર મહિનાથી પણ વધુ સમય માટે કામ કરવું પડશે.
ઉમરાહ બાદ ગેરકાયદેસર રીતે રોકાઈ ગયેલા ૬ હજાર લોકો સાથેે પાકિસ્તાન ટોચના ક્રમે

Recent Comments