(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૪
ઉમરેઠ નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ માટે આજે યોજાયેલી ચુંટણીમાં ભાજપનાં સંગીતાબેન પટેલ બીન હરીફ ચુંટાઈ આવ્યા હતા. નગરપાલિકામાં ચુંટણી કાર્યવાહી દરમિયાન ભાજપનાં ર૧, કોંગ્રેસનાં ૬ કાઉન્સીલરો હાજર રહ્યાં હતાં. પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી ચુંટણીમાં પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ભાજપ ઉમેદવાર સામે વીપક્ષ તરફથી કોઈએ કાઉન્સીલરે ઉમેદવારી નહી નોૅધાવતા ભાજપનાં ઉમેદવારોને બિનહરીફ ચુંટાયેલા જાહેર કરાયા હતા.
આજે બપોરે ૧ર વાગ્યાના સુમારે નગરપાલિકા બોર્ડની ખાસ બેઠક પ્રાંત અધિકારના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી અને પ્રમુખ ઉપપ્રમુખની ચુંટણી પ્રક્રિયાનો આરંભ કરાયો હતો. જેમાં પ્રમુખપદ માટે વર્તમાન પ્રમુખ સંગીતાબેન પ્રકાશભાઈ પટેલ, તથા ઉપપ્રમુખ પદ માટે કનૈયાલાલ નવીનચંદ શાહે ઉમેદવારીપત્ર ભર્યુંં હતું અને તેમની સામે કોઈ વિપક્ષના કાઉન્સીલરે ઉમદવારી નહી નોંધાવતા ચુંટણી અધિકારીએ ભાજપનાં સંગીતાબેન પટેલને પ્રમુખપદે તેમજ કનૈયાલાલ શાહને ઉપપ્રમુખપદે બિનહરીફ ચુંટાયેલા જાહેર કર્યા હતા.