(એજન્સી) તા.૧૪
સંયુકત રાષ્ટ્ર (યુએન)એ ગુરૂવારે જાહેરાત કરી કે યમનમાં ભંડોળના અભાવના કારણે સપ્ટેમ્બરની શરૂઆતમાં જીવન બચાવના ૭૦ ટકા પ્રજનન આરોગ્ય કાર્યક્રમો તેની દ્વારા બંધ કરી દેવાયા હતા. યમનમાં સ્થિત યુએન વસ્તી ભંડોળનો અહેવાલ (યુએનએફપીએ) ત્રણ અઠવાડિયા પહેલા જારી કરવામાં આવેલા એક અહેવાલમાં યુએનએ ખુલાસો કર્યો કે ફેબ્રુઆરીમાં યોજાયેલા યમન માટેના સંકલ્પ સમારંભમાં યુએન અને માનવતાવાદી ભાગીદાર દેશોને ર૬૦ કરોડ રૂપિયાની સહાય મેળવવા અંગે વચન આપવામાં આવ્યું હતું, જેથી યમનના ર કરોડ રહેવાસીઓની તાત્કાલિક જરૂરતો પૂરી કરી શકાય. આજની તારીખમાં આ રકમની અડધાથી પણ ઓછી રકમ મેળવી શકાઈ છે. યમનમાં ૩૪ યુએન માનવતાવાદી યોજનાઓમાંથી સમગ્ર વર્ષ માટે ફકત ત્રણ યોજનાઓનું ભંડોળ પ્રદાન કરાય છે. તાજેતરના સપ્તાહમાં ઘણી યોજનાઓ તો બંધ પડી ગઈ છે અને નિરાધાર ભૂખ્યા પરિવારોને મદદ કરવા માટે રચના કરાયેલ ઘણા મોટા પાયાના પ્રોજેકટસ શરૂ જ થઈ શકયા નથી આગામી બે મહિનાઓમાં બીજી અન્ય રર જીવન રક્ષક યોજનાઓ બંધ થઈ જશે. સિવાય કે ભંડોળ પ્રાપ્ત થાય ત્યાં સુધી જ અમને વચન અપાયેલા ભંડોળ મેળવવાની ખૂબ જ જરૂર છે, અમારી સ્થિતિ ખૂબ જ નિરાશાજનક છે, જયારે પૈસાનું ભંડોળ નથી આવતું તો લોકો મરી જાય છે. યુએનના યમન માટેના માનવતાવાદી સંયોજક લીઝે ગ્રાન્ડે વ્યકત કરતા એમ કહ્યું અમારી પરિસ્થતિ ખૂબ જ શરમજનક છે. ગરીબ પરિવારો અને કુટુંબોની આંખોમાં જોઈ એમ કહેવું કે તમારી મદદ કરવા અમારી પાસે પૈસા નથી, ખૂબ જ પીડાદાયક હોય છે. યુએનના માનવતાવાદી બાબતોના સંકલન કાર્યાલય (યુએનઓસીએચએ)એ પૃષ્ટિ કરી છે કે મે મહિનામાં યમનમાં ચાલી રહેલા રસી/ અભિયાનને સ્થગિત કરવા યુએન ઉપર દબાણ કરાયું હતું. એક અહેવાલ અનુસાર, દવાઓની ઉપલબ્ધી બંધ કરી દેવાઈ છે અને હજારો આરોગ્ય કર્મચારીઓ નાણાકીય સહાય મેળવી શકતા નથી. ત્રીસ નવા પોષણ કેન્દ્રોના બાંધકામની યોજનાઓ પડતી મૂકી દેવાઈ છે અને મહિલાઓ માટેની વિશિષ્ટ માનસિક આરોગ્ય સેવાઓ અને સુવિધાઓ બંધ કરી દેવાઈ છે.