(એજન્સી) વોશિગ્ટન, તા. ૧૯
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે સંયુક્ત રાષ્ટ્રસંઘ ખાતે એવી ચેતવણી આપી કે જો અમેરિકા પર સંકટ તોળાશે તો અમારી પાસે આખેઆખા ઉત્તર કોરિયાને તબાહ કરી નાખવા સિવાય કોઈ બીજો વિકલ્પ બચશે નહીંત ટ્રંપે જ્યારે ઉત્તર કોરિયાને આવી સીધી ધમકી આપી ત્યારે સંયુક્ત રાષ્ટ્રસંઘના હોલમાં બેઠેલા નેતાઓએમાં ધીમો ગણગણાટ શરૂ થયો હતો. ટ્રંપ ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગની હાંસી ઉડાવી. ટ્રંપે કહ્યું કે ‘રોકેટમેન’ આત્મઘાતી મિશને જઈ રહ્યાં છે. તેમણે કહ્યું કે જો ઉત્તર કોરિયા પીછહેઠ નહી કરે તો અમારી પાસે આખા ઉત્તરકોરિયાને તબાહ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહીં રહે. તેમણે કહ્યું કે રોકેટમેન પોતાને અને પોતાના દેશ માટે આત્મઘાતી મિશને જઈ રહ્યાં છે. તેમણે સંયુક્ત રાષ્ટ્રસંઘના સભ્યોને કિમ જોંગની સરકારને એકલી અટૂલી પાડવા માટે કામ કરવાની વિનંતી કરી. ચર્ચાનો વિષય ઈરાન બાજુ વાળતાં ટ્રંપે કહ્યું કે મારા પૂર્વવર્તી બરાક ઓબામાએ ઈરાન સાથે ૨૦૧૫ માં પરમાણુ કરાર કરીને મોટી ભૂલ કરી તેમણે સંકેતમાં કહ્યું કે ઓક્ટોબરમાં જ્યારે અડધી ડેડલાઈન પર આવશે ત્યારે તેઓ આ કરારને સુધારિત કરવાના પક્ષમાં નથી. ટ્રંપ ઈરાનને આર્થિક રીતે બેહાલ ચાલુ રાષ્ટ્ર ગણાવ્યું. જે હિંસાને જન્મ આપે છે. આઠ મહિના પહેલા રાષ્ટ્રપતિ પદે શપથ લેનાર ટ્રંપે ૧૯૩ વૈશ્વિક નેતાઓને કહ્યું કે અમેરિકા બીજા દેશો પર તેની ઈચ્છાશક્તિ થોપવા માંગતુ નથી અને બીજા દેશોની સાર્વભોમત્વતાનો આદર કરશે.