(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૬
ભારતની જીડીપી છેલ્લા એક દાયકાથી ઘણી પ્રગતિ પર છે. ભારત હવે ર૦રપના વર્ષ સુધી પ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવાનું લક્ષ્ય રાખી આગળ વધી રહ્યું છે પણ બીજી બાજુ માનવીય ઈંડેક્ષના આધારે પ્રગતિનો ગ્રાફ એ ઝડપથી આગળ નથી વધતો જે પ્રમાણે અર્થવ્યવસ્થાના આંકડાઓમાં દેખાઈ રહ્યું છે. ભારતમાં અમીરી-ગરીબીનો આંકડો જાતિ અને સંપ્રદાયના આધારે પણ ઘણો જુદો છે. સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટ મુજબ ભારતનો પ્રત્યેક બીજી ગરીબ વ્યક્તિ આદિવાસી અને દર ત્રીજી વ્યક્તિ દલિત અને મુસ્લિમ છે. ર૭ ટકા માપદંડો ધરાવતી ગરીબી (જેમાં આવક, સ્વાસ્થ્ય સુવિધાઓનો માપદંડ પણ સામેલ છે)ની સાથે ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે છે. જો કે, યુએનના જ એક અહેવાલ મુજબ ર૦૦૬થી વધુ ર૦૧૬ સુધી ભારતે વિશ્વમાં ગરીબી દૂર કરવામાં સૌથી વધુ પ્રગતિ કરી છે. એ દરમિયાન ર૭.૧ કરોડ લોકોને ગરીબી રેખાથી બહાર કાઢવામાં આવ્યા છે. પણ બીજી બાજુ યુએન ભારતના જાતીય આધારે એમના આંકડાઓ જાહેર કરી રહ્યું છે જે વધુ ચિંતા ઉપજાવનાર છે. વૈશ્વિક સ્તરે વિવિધ માપદંડોના આધારે ગરીબીનો ઈન્ડેક્સ દલિત, આદિવાસી અને મુસ્લિમો માટે સારું નથી. આ જ રિપોર્ટમાં જણાવાયું છે કે, વર્ષ ર૦૧૮માં ભારતનો પ્રત્યેક વ્યક્તિ અનુસૂચિત જનજાતિ અને દર ત્રીજી વ્યક્તિ અનુસૂચિત જાતિની છે. આ જ રીતે દર ત્રીજો મુસ્લિમ પણ બધા પ્રકારની ગરીબીથી ઘેરાયેલ છે. આ માપદંડોની ગરીબીનો અર્થ વ્યક્તિની ધન સંપત્તિની સાથે પોષણ, સ્વાસ્થ્ય, શિક્ષા, સાધન અને જીવન સ્તર સામેલ છે. રિપોર્ટ મુજબ દેશનો લગભગ પ૦ ટકા આદિવાસી વર્ગ ગરીબ છે જ્યારે ૩૩ ટકા દલિત અને ૩૩ ટકા મુસ્લિમો પણ આ શ્રેણીમાં આવે છે. દુનિયાની સૌથી વધુ ગરીબ વસ્તી ભારતમાં છે જેની ટકાવારી ર૭ ટકા છે. સૌથી વધુ ચિંતા કરાવનાર વાત એ છે કે, દેશની ૮.૬ ટકા બાળકોની વસ્તી ભયંકર ગરીબી હેઠળ છે. ભારતમાં સવર્ણ જાતિઓ જો કે, ઘણી સારી સ્થિતિમાં છે. સવર્ણ જાતિઓમાં ૧પ ટકા ઉપર અનેક માપદંડો ધરાવતી ગરીબી છે. જો કે, દેશમાં પ્રગતિનો આંકડો ર૦૦૬ની સરખામણીમાં આજે થોડું સારું છે. પહેલાં ૮૦ ટકા અનુસૂચિત જનજાતિ ગરીબી રેખાથી નીચે હતી હવે એ પ૦ ટકા છે. આ ઉપરાંત રાજ્યોના આધારે જોઈએ તો બિહાર અને ઝારખંડમાં સૌથી વધુ ગરીબો છે. બિહારમાં પ૩ ટકા ગરીબો છે, જ્યારે ઝારખંડમાં ૪પ ટકા ગરીબો છે. દેશમાં ફકત કેરળ જ એક એવો રાજ્ય છે જ્યાં ફકત ૧ ટકા લોકો જ માપદંડોના આધારે ગરીબીમાં રહે છે.
ભારતમાં ચારેબાજુથી ગરીબીમાં ઘેરાયેલ દર બીજી વ્યક્તિ આદિવાસી અને દર ત્રીજી વ્યક્તિ દલિત, મુસ્લિમોની પણ હાલત ખરાબ : યુએન રિપોર્ટ

Recent Comments