(સંવાદદાતા દ્વારા) ઉના, તા.ર૧
એક તરફ ભાજપના સત્તાવાર ઉમેદવારે ફોર્મ રજુ કર્યુ તો બીજી તરફ જિલ્લા ભાજપના પ્રમુખની નજર સમક્ષ તાલુકા ભાજપ પ્રમુખ અને જિલ્લા મંત્રી એ અપક્ષમાં ઉમદવારી નોંધાવી.
વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારી કરવાના છેલ્લા દિવસે ઉના વિધાનસભા બેઠક ઉપર ભાજપના સત્તાવાર જાહેર થયેલા ઉમેદવાર હરીભાઇ સોલંકીએ વિશાળ રેલી સાથે નિકળી નાયબ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ જવેરીભાઇ ઠક્કર તેમજ ઉના ભાજપ પૂર્વ પ્રમુખ રામભાઇ વાળા, હિમ્મતભાઇ પડશાળા સહિતના વિશાળ આગેવાનોની ઉપસ્થિતિમાં ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે. તો બીજી તરફ ભાજપમાં રાજકીય ગરમાવો અને જૂથવાદ ચરમ સીમાએ પહોંચ્યો હોય તેમ ઉનાના પૂર્વ ધારાસભ્યની ટીકીટ કપાતા તેમનાજ જુથના નારાજ થયેલા અને તાલુકા ભાજપ પ્રમુખ પદે બીરાજમાન એવા સામતભાઇ ચારણીયા અને જિલ્લા ભાજપ મંત્રી પ્રકાશભાઇ ટાંકએ પણ વિશાળ સંખ્યામાં સમર્થકોની રેલી સાથે અપક્ષ ઉમેદવારી નોંધાવતા રાજકીય ક્ષેત્ર ગરમાવો આવી ગયો હતો. અને આ ફોર્મ ભરતી વખતે નાયબ કલેક્ટર કચેરીમાં જિલ્લા ભાજપના પ્રમુખ અને અન્ય આગેવાનો ઉપસ્થિત હોવા છતાં ભાજપમાં બળવાની સ્થિતીને અટકાવી શકેલ ન હતા. પરંતુ આ બાબતે જિલ્લા ભાજપ પ્રમુખે ભાજપમાં થયેલાના ભડકાને કારણે પક્ષમાં મોટુ ભંગાણ પડે તેવી સ્થિતિને ઠાલવા ઘી ના ઠામમાં ઘી ભળી જશે અને ઘરનો મામલો ગણાવેલ હતો. અને અપક્ષ ઉમેદવારી પાછી ખેચાય જશે તેવી આશા વ્યક્ત કરેલ હતી.